Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંસદની કેન્ટીનના ભોજનમાંથી કરોળિયો નીકળ્યો

લોકસભા સચિવાલયમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યાં છે. સંસદની જે કેન્ટીન તેના મજેદાર ભોજન માટે પ્રખ્યાત હતી ત્યાં મંગળવારે એક વરિષ્ઠ અધિકારીની પ્લેટમાંથી કરોળિયો મળી આવ્યો. કરોળિયો જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. આ મામલે અધિકારીએ સંસદની ફૂડ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન એ પી જીતેન્દ્ર રેડ્ડીને ફરિયાદ કરી છે. આ ઉપરાંત સંસદીય મામલાઓના મંત્રી (રાજ્ય) એસ એસ આહલૂવાલિયાને પણ અધિકારીએ આ મામલે ફરિયાદ કરી છે. રેડ્ડીએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તરત કાર્યવાહી કરવા જણાવ્યું છે.અધિકારીએ એવું પણ કહ્યું છે કે કરોળિયાવાળા ભોજનથી તેમની તબીયત ખરાબ થઈ છે. ઘટના મંગળવાર બપોરની હતી. સંસદની કેન્ટીનમાં લોકસભા રિપોર્ટીંગ બ્રાન્ચના ક્લાસ વન અધિકારી શ્રીનિવાસન પહોંચ્યાં હતાં. તેમણે ભોજનમાં પોંગલ અને દહીં ભાત ઓર્ડર કર્યા હતાં. આ જ કેન્ટીનમાં ક્યારેક પીએમ મોદી પણ ભોજન કરે છે. જે અધિકારીની પ્લેટમાંથી કરોળિયો નીકળ્યો તેમણે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તેમના ભોજનમાંથી એક કીડો પણ નીકળ્યો હતો. આ અંગે તેમણે ફૂડ કમિટીને ફરિયાદ કરી હતી પરંતુ કાર્યવાહી થવાના બદલે માત્ર આશ્વાસન જ મળ્યું.સંસદની કેન્ટીન સસ્તા ભાવે સારૂ ભોજન આપવા બદલ પ્રખ્યાત છે. સંસદની કેન્ટીનમાં ખાવા પીવાની વસ્તુઓના ભાવ વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં વધારવામાં આવ્યાં હતાં. પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી જ સંસદની કેન્ટીનમાં ભોજન માટે ત્રણગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. સંસદની કેન્ટીનને લગભગ ૧૬ કરોડની સબસીડી મળતી હતી જે વર્ષ ૨૦૧૬માં ખતમ કરી દેવાઈ. ફેરફાર બાદ હવે કેન્ટીન નો પ્રોફિટ નો લોસની નીતિ પર ચાલે છે. સબસિડી ખતમ કર્યા બા ૬૧ રૂપિયાવાળી થાળી હવે ૯૦ રૂપિયામાં મળે છે જ્યારે ૨૯ રૂપિયામાં મળતી ચિકન કરી ૪૦ રૂપિયામાં મળે છે. ભાવમાં વધારો સાંસદો, લોકસભા અને રાજ્યસભાના અધિકારીઓ, મીડિયાકર્મીઓ, સુરક્ષા સ્ટાફ અને સાથે સાથે મહેમાનોને પણ લાગુ પડે છે.જો કે રોટી અને ચા જેવી કેટલીક વસ્તુની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત વ્યંજનોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. પહેલા ૧૨૫થી ૧૩૦ વ્યંજનો બનાવવામાં આવતા હતાં પરંતુ હવે પ્રતિદિન ૨૫ જેટલા વ્યંજનો જ બનાવાય છે.

Related posts

છત્તીસગઢમાં નક્સલવાદીના હુમલામાં બે જવાનો શહીદ

aapnugujarat

સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો તોતિંગ વધારો

aapnugujarat

PM Modi inaugurates DefExpo 2018 in Chennai

aapnugujarat

Leave a Comment

UA-96247877-1