Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુમાં આરએસએસનાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આરંભ

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો.મોહનરાવ ભાગવની અધ્યક્ષતામાં સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની ત્રણ દિવસીય બેઠક મંગળવારે સવારે જમ્મુમાં શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં સંઘના વિચાર પરિવારની રાજનીતિ નક્કી થશે. આ બેઠક માટે સંઘ પ્રમુખ ૧૪ જુલાઈથી જમ્મુમાં છે. તે ૨૨ જુલાઈ સુધી જમ્મુમાં જ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સંઘની આ રાષ્ટ્રીય બેઠકમાં સહકાર્યવાહ ભૈયાજી દોશી, દત્તાત્રય હોસવાલે, સોની જી, ડો.કૃષ્ણ ગોપાલ, ભગૈયા જીની સાથે સંઘના ઈન્દ્રેશ જી, મદન દાસ દેવી સહિત સંઘના તમામ વરિષ્ઠ પદાધિકારી, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી સૌદાન સિંહ, વી સતીશ વગેરે સામેલ થઈ રહ્યાં છે.ત્રણ દિવસ ચાલનારી આ અખિલ ભારતીય પ્રચારક મીટિંગ આતંકીઓ અને અલગતાવાદીઓને સંઘ તરફથી મેસેજ આપવાનો પ્રયાસ છે. આ બેઠકમાં દેશભરના ૧૯૫ પ્રચારક ભાગ લેશે.
આ ઉપરાંત સંઘ સાથે જોડાયેલ બીજી સંસ્થાઓના સદસ્યો પણ ભાગ લેશે. કડક સુરક્ષા વચ્ચે જમ્મુ શહેરના અંબફલામાં આ રાષ્ટ્રીય બેઠક સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આતંકવાદ, તેમજ અમરનાથ એટેક વિશે પણ ચર્ચા થશે. તેમજ પથ્થરબાજી, સિક્યુરિટી ફોર્સિસ પર હુમલા અને રાજ્યમાં પીડીપી-બીજેપી સરકાર મામલે પણ ચર્ચા થશે.

Related posts

कश्मीर जा रहे 4 आतंकियों को किया ढेर

editor

354 cr bank loan fraud case: ED summons Moser Baer India Ltd, its Directors

aapnugujarat

प्रधानमंत्री मोदी ने ईमानदार करदाता को दी बड़ी सौगात, कहा – अब उलझनें होगी दूर

editor

Leave a Comment

UA-96247877-1