Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા સીઝનલ વર્કર્સ માટે વધુ ૧૫ હજાર વિઝા આપશે

મત્સ્ય પાલન, મદદનીશ અને અન્ય ઉદ્યોગો માટે કામચલાઉ વિદેશી કામદારો માટે અમેરિકાએ વધુ ૧૫ હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ કરેલી જાહેરાતને પગલે ટ્રમ્પના હાયર અમેરિકી નિવેદનનો ફિયાસ્કો થઈ ગયો છે.સી ફૂડ, પર્યટન અને અન્ય ઉદ્યોગોમાં કામચલાઉ નોકરીઓ કરતાં કામદારો માટે જ આ વિઝા છે. હોમલેન્ડ સિક્યુરિટીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિઝા નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા માટે જારી કરાયેલા એચ-૨બી વિઝાની સંખ્યાના ૪૫ ટકા છે. પર્યટન ક્ષેત્રે વહીવટીતંત્રના આ નિર્ણયને આવકાર્યો છે. કારણ કે ઉનાળાની ગરમીમાં પર્યટન ક્ષેત્ર ખુબ જ વ્યસ્ત હોય છે. આ સમયમાં હોટલોમાં રૂમની સાફસૂફ, રેસ્ટોરન્ટસ તથા અન્ય કાર્યો માટે સ્ટાફની જરૂર પડે છે. અમેરિકી વહીવટીતંત્ર ૬૬,૦૦૦ એચ-૨બી વિઝા જારી કરે છે. આ વીઝા ઉનાળા અને શિયાળા વચ્ચે વહેંચી દેવાય છે.અમેરિકાના મોટા ભાગના રિસોર્ટ સીઝલ વર્કર્સ પર જ નિર્ભર હોય છે. આથી વધારાના વિઝા તેમના માટે મદદરૂપબની રહે છે.. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફલોરિડામાં માર એ લાગો કન્ટ્રી કલબ નામ સાથે રિસોર્ટ ધરાવે છે. મુખ્યત્વે પૂર્વ યુરોપ અને એશિયામાંથી સિઝનલ વર્કર્સ અમેરિકા આવે છે.

Related posts

હેડલી ઉપર હુમલો

aapnugujarat

Anti-govt protest against PM Khan continues on 7th day in Pakistan

aapnugujarat

બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની વસતિ ગણતરી અલગથી થશે

editor

Leave a Comment

UA-96247877-1