Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયામાં અલગ આતંકવાદી મંત્રાલયની રચના

ઓસ્ટ્રેલિયાએ સ્થાનિક ગુપ્તચર સેવા, સુરક્ષા દળો અને રાષ્ટ્રીય પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓના સંયોજન સાથે વિશેષ મંત્રાલયની રચના કરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ અંગેની જાહેરાત કરી છે. તેમણે આતંકવાદને પહોંચી વળવા માટે આને ઐતિહાસિક પરિવર્તન ગણાવ્યું છે.ગૃહ બાબતોના આ નવા મંત્રાલયના વડા ઈમિગ્રેશનપ્રધાન પીટર ડટન હશે. બ્રિટનના ગૃહ મંત્રાલયની જેમ જ આ મંત્રાલયની રચના કરાઈ છે. વડાપ્રધાન માલકમ ટર્નબુલે કેનબેરામાં જણાવ્યું હતું કે હું ૪૦ કરતાં પણ વધારે વર્ષમાં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવા અને ઘરઆંગણાની સુરક્ષા વ્યવસ્થા સંબંધમાં મહત્વના સુધારા અને નિરીક્ષણની જાહેરાત કરું છું.તેમણે જણાવ્યું હતું કે આપણે ગુપ્તચર તંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સમુદાયના સર્વોત્તમ તત્વોને આત્મસાત કરી રહ્યા છીએ અને તેને વધુ સર્વોત્તમ બનાવી રહ્યા છીએ.તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ જેવી રીતે નવી પદ્ધતિઓ વિકસિત કરે છે તેવી જ રીતે આપણે પણ આપણા પ્રતિભાવનો વિકાસ કરવો પડશે.

Related posts

Islamic Jihad militants have to stop attacks or absorb more blows : Netanyahu

aapnugujarat

અફઘાનિસ્તાનમાં હુમલા કરવા માટે ભારતમાં સ્થળ શોધશે ઃ એન્ટની બ્લિંકેન

editor

उ.कोरिया : आम चुनाव में किम जोंग उन को मिले 99.98 प्रतिशत वोट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1