Aapnu Gujarat
ગુજરાત

ગઢડા ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે ઓકસીજન પ્લાન્ટનુ વર્ચ્યુઅલ લોકાર્પણ

ઉમેશ ગોરાહવા, બોટાદ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ના પી એસ એ ઓકસીજન પ્લાન્ટ નો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર થી કર્યો હતો.આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાત ના સમયે 80 ગામ ના લોકોને લાભ મળશે.મુખ્યમંત્રી એ કહ્યું કે હવે આપણે કોરોના ની મહામારી થી બહાર નીકળી રહ્યા છીએ.ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા.મુખ્યમંત્રી એ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોક ડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે કોરોના ની સમભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે તેમાંથી 175 તો તૈયાર પણ થઈ ગયા છે એમ તેમણે કહ્યું હતું.મુખ્યમંત્રી એ કહ્યું કે રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે.રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગ્યો છે.ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે.મુખ્યમંત્રી એ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોના ની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.
આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેટી બચાવોનો સંદેશ આપ્યો

aapnugujarat

રોડ કૌભાંડ મામલે મોટા માથાઓને બચાવવા રોડ નમુનાની તપાસની પ્રક્રિયા મંથરગતિથી ચલાવાઈ રહી છે

aapnugujarat

અમદાવાદમાં પરશુરામ જયંતિ અવસરે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1