Aapnu Gujarat
ગુજરાત

વેરાવળની ચોપાટીનું વર્ષોથી અધૂરું કામ પૂરું કરવા તંત્ર ને રજૂઆત

મહેન્દ્ર ટાંક , વેરાવળ

આંખને સુકુન આપે તેવી ચોપાટીનું કામ વહેલી તકે પૂરુ કરવા નગરસેવક અફઝલ પંજાની માંગ, આજે પણ આ ચોપાટી અપૂર્ણ કવિતાની જેમ છે.
ગુજરાતએ ૧૬૦૦ કિલોમીટર જેટલું લાંબુ દરિયાપટ્ટી ધરાવે છે અને વેરાવળ તેમાનું એક સુંદર આબોહવા ધરાવતું શહેર છે. રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલ દરિયા કિનારો મનમોહક છે અને વેરાવળ શહેરના લોકો માટે હળવા ફળવા માટેનું એક ખાસ સ્થળ છે પણ અફસોસ સાથે લખવું પડે છે કે આ ચોપાટી નું કામ વર્ષોથી થઈ રહ્યું છે અને કરોડો રૂપિયા તેને બનાવવા માટે અને તેને શુસોભિત કરવા માટે ગુજરાત સરકારે ખર્ચ કરેલ છે પણ આજે પણ આ ચોપાટી પર સગવડતાનું અભાવ જોવા મળી રહ્યું છે.ઘણા સમય થી તેના પર થતું કામ એ બંધ હાલતમાં છે એટલું જ નહિ હાલ જે પરિસ્થિતિ એ ચોપાટી છે તે ખૂબ દયનીય સ્થિતિ એ જોવા મળેલ છે કેમ કે કરોડોનું ખર્ચ થયું છતાં સાંજ પડે અંધારપટ આ ચોપાટી એ હોય છે.કોરોનાની પરિસ્થિતિમાં લોકો ખુલ્લી અને હવા ઉજાસવાળી જગ્યાને હળવા ફળવા માટે પ્રથમ પસંદગી આપે છે પણ વેરાવળ શહેરના લોકો માટે આ ચોપાટી ફક્ત નામ ની જ છે તેવું પુરવાર થઇ રહ્યું છે. જેટલું સમય વેરાવળ ની ચોપાટીને બનવામા સમય લાગી રહ્યું છે તેટલા સમયમા તો સમગ્ર ગુજરાત મા શ્રેષ્ઠ ચોપાટીઓ બની શુશોભિત થઈ જાય.નગરસેવક અફઝલ પંજાએ ડે.કલેકટરને રજૂઆત કરેલ છે કે રૂબરૂ ચોપાટીનું નિરીક્ષણ કરી વહેલી તકે કામ પૂરું થવું જોઈએ જેથી વેરાવળ શહેરના લોકોને એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ પ્રાપ્ત થાય.

Related posts

ભાનુશાળી હત્યા કેસ સંદર્ભે પાંચની ધરપકડ

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા દેશના કરોડો લોકોના સામર્થ્યનું પ્રતિક

aapnugujarat

હિંમતનગરમાં ટીંટોડીએ બુલેટમાં ઈંડા મૂક્યાં

editor

Leave a Comment

UA-96247877-1