Aapnu Gujarat
ગુજરાત

108ના મહિલા કર્મચારીની ટીમે દ્વારા સફળ પ્રસૃતિ

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા તાલૂકાના મોરડુંગરા ખાતે ૧૦૮  એમ્બ્યુલન્સ દ્વારા સ્થળે પહોચી પ્રસૃતાની સફળ પ્રસૃતિ કરાવી હતી.જેમા બે બાળકીઓને પ્રસૃતાએ જન્મ આપ્યો હતો.એક બાળકીની ડીલીવરી થઈ ગયેલ હતી.બીજીની ડીલીવરી ૧૦૮ મા કરાવામા આવી હતી.સામાન્ય રીતે ૧૦૮ સેવા ગ્રામીણ વર્ગ માટે આર્શિવાદ સમાન બની રહી છે. ૧૦૮ ને મોરડુંગરા ગામેથી કોલ મળતા ૧૦૮ અમ્બ્યુલન્સ સાથે ઇએમટી નીલમબેન પરમાર ત્યા પહોચ્યા હતા.હાલમા જોતા મહિલાના ગર્ભમાં બે બાળકો હતા. જેમા એક બાળકીની ડીલીવરી થઈ ગઈ હતી.અને બીજી ડીલીવરી એમ્બ્યુલન્સમાં કરાવી હતી.મહીલાએ બાળકીને જન્મ આપ્યો હતો.હાલ બે બાળકી સ્વસ્થ હોઈ પ્રોટોકોલ મૂજબ હોસ્પિટલ ખાતે મહિલાને ખસેડવામા આવી હતી.૧૦૮ સેવા સાચા અર્થમા માનવતાની ઉત્તમ સેવા સાબીત થઈ હતી.

Related posts

सोला सीविल से मायाबहन सीधे अस्पताल गई और दोपहर तक वहीं थे : मायाबहन के पति डॉ. सुरेन्द्रभाई की गवाही में महत्वपूर्ण खुलासा

aapnugujarat

શહેરા તાલુકામાં આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત

editor

કેસર કેરીના ભાવ વધશે

editor

Leave a Comment

UA-96247877-1