Aapnu Gujarat
ગુજરાત

કેસર કેરીના ભાવ વધશે

હવામાન અનુકૂળ ન રહેતાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં કેરસ કેરીના ઉત્પાદનમાં મોટો ગાબડું પડ્યું છે. આગળના વર્ષોની સરેરાશમાં મોટું ગાબડું આવી રહ્યું છે. લગભગ ૪.૬૮ લાખ ટન કેસર કેરી ઓછી પાકી શકે છે.
ગીર વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથમાં કેસર કરીનું ઉત્પાદન સારું એવું નીચે જઈ રહ્યું છે. અહીં રોગ અને વિપરીત વાતાવરણ રહેતાં ઉત્પાદનમાં ફટકો પડ્યો છે. મે ૧૫ ૨૦૨૧થી કેરીની સારી એવી આવક થશે. પણ ઉત્પાદનમાં ગંભીર ફટકો પડ્યો છે. ખેડૂતો સાથે વાત કરતાં સૌથી મોટું નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં છે. તાલાલામાં સૌથી વધું કેરી પાકે છે ત્યાં વિપરીત હવામાને અને રોગચાળાએ અસર કરી છે. આ અસર છેલ્લાં ૧૦ વર્ષથી જોવા મળે છે.
કેસર કેરીના વિસ્તાતારોમાં સૌરાષ્ટ્રના ૨ લાખ, કચ્છનો ૬૫ હજાર, દક્ષિણ ગુજરાત ૧ લાખ અને બીજા વિસ્તારો સાથે કુલ ૪ લાખ હેક્ટરમાં કેસર કેરીના બગીચા હોવાનો અંદાજ છે. જેમાં અમરેલી અને ભાવનનગરમાં સારું ઉત્પાદન છે. કચ્છમાં પણ સારું ઉત્પાદન છે. પણ જુનાગઢ, ગીર સોમનાથમાં મોટું નુકસાન છે. અહીં ૨ લાખ ટન કેરી પાકવાનો અંદાજ છે.
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રો કહે છે કે, વરસાદ મોડે સુધી વધું રહ્યો હતો. ફૂલ ઓક્ટોબર અને નવેમ્બરમાં આવવાની શરૂઆત થઈ હતી. ૨૦-૨૫ દિવસ ભારે ઠંડીના દિવસો હતા. ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અશર જોવા મળે છે.
ગયા વર્ષે તાલાલામાં ૮-૯ લાખ બક્સ કેરી આવી હતી. આ વખતે તેમાં ૨ લાખ બોક્સનો ઘટાડો થઈ શકે છે. સ્વાદ સારો નથી અને માલની ગુવણત્તા સારી નહીં રહે. સોમનાથ અને જુનાગઢ આસપાસ ૬૦ ટકા આંબામાં ફાલ બળી જતાં પાક નિષ્ફળ છે. તેથી ભાવ પેટીએ રૂપિયા ૧૦૦થી ૨૦૦ વધું બોલાશે. ૫૦૦ના ૭૦૦ સુધી જથ્થાબંધ ભાવ રહેશે. અમરેલીમાં સારો પાક છે. ૧૦ ટકા ઉત્પાદન વધી શકે છે.

Related posts

સુરતમાં ફરી એકવાર રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી

editor

शहर में सप्ताह तक बादलछाया मौसम-हल्की बारिश की संभावना

aapnugujarat

અમદાવાદમાં મેટ્રોનો સૌપ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1