Aapnu Gujarat
ગુજરાત

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે

પ્રદેશ બીજેપીની અત્યાર સુધીની સૌથી નાની પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. અઢી કલાકની કારોબારી બેઠકમાં સીએમ ડેપ્યુટી સીએમ સહિતના પદાધિકારીઓ હાજર રહેશે અને અગામી ચુંટણીને લઈને મનોમંથન કરવામાં આવશે અગામી સોમવારે એટલે કે ૨૮ જુનના દિવસે પ્રદેશ બીજેપીની કરોબરોની બેઠક મળવા જઈ રહી છે પજેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ બીજેપીના હોદ્દેદારો સીએમ ડેપ્યુટી સીએમ અને સરકારના મંત્રીઓ અને બીજેપીના જીલ્લાના હોદ્દેદારો પણ હાજર રહેશે અને નક્કી કરેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે.
કેટલાક રાજકીય ઠરાવો પસાર કરવામાં આવશે અને અગામી વિધાનસભા ચુંટણી ને લઈને ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.અગામી સોમવારે બપોરે ૩.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી આ બેઠક ચાલશે જે બાદ જીલ્લા અને તાલુકા સ્તરે કરોબરો બેઠકનું આયોજન કરવામાં આવશે આ બેઠકમાં જીલ્લા સ્તરના તમામ હોદ્દેદારોને વચ્ર્યુઅલ જાેડવામાં આવશે અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.કારોબારી સભ્યોને આ બેઠકમાં હાજર રાખવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીના ગુજરાત બીજેપીના ઇતિહાસની સૌથી નાની કારોબારી બેઠક હશે કે જે માત્ર અઢી કલાકમાં પૂર્ણ થશે.સુત્રો કહી રહ્યા છે કે હાલની જે રાજકીય સ્થિતિ સર્જાઈ છે જેમાં પાટીદારો બીજેપીથી મોઢું ફેરવી લીધું છે ત્યારે આમ આદમી પાર્ટી મેદાને પડી છે એવામાં અગામી વિધાનસભા ચુંટણી ને લઈને મનોમંથન કરવામાં આવશે ગત વર્ષની કારોબારી બેઠક યોજવામાં સમય વીતી ગયો હતો ૩ વખત નક્કી કરેલા સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતની કારોબારી બેઠક માત્ર અઢી કલાકમાં જ પૂર્ણ કરી લેવામાં આવશે.પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી પહોચ્યા છે પાટીલ હાઉસિંગ કમિટીમાં ચેરમેન પણ છે જેથી આજે તેમની મીટીંગ હોવાના કારણે તે દિલ્હી ગયા છે પરંતુ એ બેઠક પૂર્ણ થયા બાદ પાટીલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે પઅમિત શાહે ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી અને સરકાર અને સંગઠનની કામગીરીની સીધી સમીક્ષા કરી છે ત્યારે હવે આ વિષયને લઈને પાટીલ પીએમ સાથે બેઠક કરી ચર્ચા કરી શકે છે.

Related posts

પર્યાવરણનું બલિદાન આપી વિકાસ નહીં : રુપાણી

aapnugujarat

शंकरसिंह वाघेला के नेतृत्ववाले जनविकल्प का ऑल इंडिया हिन्दूस्तान कांग्रेस में गठबंधन

aapnugujarat

નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસટીનો પાસ ઓનલાઇન મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1