Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના પંચમહાલ જિલ્લાન હાલોલ અને પાવાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ તો બીજી તરફ નસવાડી, નર્મદા જિલ્લો, ડેડીયાપાડા, છોટાઉદેપુર, વડોદરામાલપુર સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થતા માર્ગો પર પાણી ફરીવળ્યા હતા.
પંચમહાલ જિલ્લાન હાલોલ અને પાવાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ હતી.વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા નિગમની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી પડી હતી.દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં અને શેરીમાં પાણી ભરાઈ ગયા હતા..ભારે પાણી ભરાઈ જતા વાહન માલિકોએ પોતાના વાહન ઉંચાણ વાડા વિસ્તારોમાં ખસેડવા દોડધામ કરી હતી તો બીજી તરફ પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા જેસીબી લગાવાવની ફરજ પડી હતી.
નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. નસવાડીના તણખલા, જામલી, ગોયાવાટ, ઘટાશા અને સમરપુરામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે તાલુકાની મેણ નદીમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જાેવા મળ્યો હતો.નર્મદા જિલ્લાના નાંદોદમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતુપસાથો સાથ ડેડિયાપાડામાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો..
વરસાદી માહોલથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતીપવાવણી લાયક વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હર્ષની લાગણી જાેવા મળી હતી.છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો..
છોટાઉદેપુર સહિત નાલેજ, પીપલેજ, ધંધોડા, પુનિયાવાંટ, ચિલરવાંટ ગામોમાં વરસાદી માહોલ છવાયો હતોપભારે પવન સાથે વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા..
તો બીજી તરફ ખેડૂતોમાં પણ હર્ષની હેલી જાેવા મળી.વડોદરામાં ૩ દિવસના ભારે ઉકળાટ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના રાવપુરા, સીટી, અલકપુરી, સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો..જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો વાહન ચાલકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લીધો હતો.. કેટલાક લોકો ધીમા વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા નજરે પડ્યા હતા.
માલપુરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ..ભારે વરસાદને લઈ માર્ગોમાં પાણી ભરાતા પુર જેવી સ્થિતિ પેદા થઈ હતી..
માલપુરના મુખ્ય માર્ગેમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી ભોગવી હતી..વાવણી લાયક વરસાદ થતા ધરતી પુત્રોમાં ખુશીની લાગણી જાેવા મળી હતી.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ ઓડિશામાં રાહત કાર્ય માટે રૂપિયા ૫ કરોડની સહાય જાહેર કરી

aapnugujarat

મેળામાં ફન રાઇડ તૂટી પડતાં બેના મોત

aapnugujarat

एमडी ड्रग्स के साथ गिरफ्तार सहेजाद बड़ा ड्रग्स सप्लायर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1