Aapnu Gujarat
ગુજરાત

તારાપુર પાસે ટ્રક – ઇકો વચ્ચે અકસ્માત ઃ ૯ના મોત

ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર સુરતથી પરત ફરી રહ્યો હતો. જલગાંવથી પ્રાસંગિક કામ પતાવીને હસીખુશી સાથે પરત ફરી રહેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે તારાપુર-વટામણ હાઇવે પર મોત તેમની રાહ જાેઇ રહ્યું છે. તારાપુર પાસે ઇન્દ્રણજ પાસે આ પરિવારની ઇકો કાર પહોંચી ત્યારે કાળ બનીને આવેલી ટ્રક ધડાકાભેર ઇકો સાથે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર અજમેરી પરિવારના સાત સભ્યો અને ડ્રાઇવરનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ચિચિયારીઓથી વહેલી સવારે શાંત રહેલો હાઈવે ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ઇકોનો ફુરચો બોલી ગયો અને કારમાં જ મૃતદેહોનો ઢગલો થઇ ગયો હતો.
તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત ૯ વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં ૫ પુરુષ, ૨ મહિલા અને ૨ બાળકોનો સમાવેશ થાય છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીને ટ્રકમાંથી બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઇકો કારની અંદરના દ્રશ્યો એટલા ભયાવહ હતા કે કારમાંજ મૃતકોનો ઢગલો થઇ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામોના રહિશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસની સાથે રહી મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવા માટે મદદ કરી રહ્યાં હતા. એટલામાં જ ૧૦૮ આવતા મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
આણંદ અકસ્માત અંગે પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે અને કેન્દ્ર સરકારે રૂ.૨ – ૨ લાખ સહાય જાહેર કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
ગત મહિને ૨૧ મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવી રહેલા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૪ લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા.
આ મામલે આણંદ એસ.પી.એ જણાવ્યું હતું કે, “તારાપુર પાસે થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરની પણ ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરશે અને આગળની કાર્યવાહી કરશે.

Related posts

રાફેલ સ્કેમ મોદી સરકારનું સૌથી મોટુ સંરક્ષણ કૌભાંડ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

aapnugujarat

આણંદમાં બોગસ તબીબની ધરપકડ

editor

સુરેન્દ્રનગરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1