Aapnu Gujarat
ગુજરાત

ખેડુત આગેવાન સાથે ફોનમાં અભદ્ર વર્તન કરનાર PGVCLના કમઁચારીએ માફી માંગી

ધ્રાંગધ્રાથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે, ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા અને ખેડુત આગેવાન શક્તિસિંહ ઝાલા દ્વારા ત્રણેક દિવસ અગાઉ પોતાના કોંઢ ગામ તથા આજુ-બાજુના વિસ્તારમા વિજપાવરના પ્રશ્ને PGVCL અધિકારી પી.એ.પરમારને ટેલીફોનીક વાતચીત કરી હતી. જેમા અધિકારી દ્વારા કોઇપણ કારણોસર ઉશ્કેરાઇ જઇ એક અધિકારીને ન શોભે તેવુ અભદ્ર વતઁન કરી ખેડુત આગેવાનને ગાળો ભાંડી હતી. આ તરફ ખેડૂત આગેવાન તથા અધિકારી દ્વારા થયેલ વાતચીતનો ઓડીયો વાઇરલ થતા ખળભળાટ મળવા પામ્યો હતો અને ખેડુત આગેવાન દ્વારા પોતાની સાથે દુરવ્યવહાર માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા માટે રજુવાત કરી હતી. PGVCL કમઁચારીના આ વ્યવહારથી સમગ્ર ખેડુતોમાં રોષની લાગણી પ્રસરી હતી. અધિકારી વિરુધ્ધ ફરીયાદની માંગ ઉઠવા પામી હતી. તેવામાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા તથા PGVCL અધિકારી પી.એ.પરમાર વચ્ચે થયેલા મનદુખની મધ્યસ્થી કરાવી હતી. જોકે પી.એ.પરમારે પોતાની ભુલ કબુલ કરતા ખેડુત આગેવાન શક્તિસિંહ ઝાલાને માફી પત્ર આપી સમાધાન કરી તમામ મામલો થાળે પાડ્યો હતો.

Related posts

भारत- आफ्रिका के व्यापारी संबंध और मजबूत होगेः रुपाणी

aapnugujarat

ગાંધીધામમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

editor

शहर में जल्दी में बने रास्तों की बारिश में होगी परीक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1