Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૬૦,૪૭૧ નવા કેસ

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાછલા ૭૫ દિવસના સૌથી ઓછા કેસ સોમવારે નોંધાયા છે. આ પહેલા રવિવારે નવા ૭૦ હજારથી વધારે કેસ નોંધાયા હતા. રવિવારે કોરોનાના કારણે ૩૯૨૧ લોકોએ દમ તોડ્યો હતો જેમાં સોમવારે નોંધાયેલા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં ભારતમાં ૬૦,૪૭૧ નવા કેસ નોંધાયા છે, જે ૭૫ દિવસ પછી નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. જે પ્રમાણે કેસ ઘટી રહ્યા છે તે જાેતા હવે કોરોનાની બીજી લહેર અંત તરફ જતી દેખાઈ રહી છે. ૨૪ કલાકમાં દેશમાં ૨૭૨૬ લોકોના મોત થયા છે. નવા કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૧,૧૭,૫૨૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૯,૧૩,૩૭૮ થઈ ગઈ છે. જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૨,૮૦,૪૭૨ પર પહોંચી છે.
ભારતમાં વધુ ૬૦ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૨,૯૫,૭૦,૮૮૧ થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૩,૭૭,૦૩૧ પર પહોંચ્યો છે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોના સામે લડવા માટે રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૫,૯૦,૪૪,૦૭૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૩ જૂન સુધીમાં કુલ ૩૮,૧૩,૭૫,૯૮૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૭,૫૧,૩૫૮ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.

Related posts

३० साल से कांग्रेस के लिए अभेद्य किला बनी भोपाल सीट : दिग्विजय सिंह हो सकते हैं उम्मीदवार

aapnugujarat

रेलवे विशेष और क्लोन गाड़ियां चलाने की तैयारी में

editor

17-year-old girl gang-raped, burnt; 3 accused arrested in West Bengal

aapnugujarat

Leave a Comment

UA-96247877-1