Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું શરૂ

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી, વલસાડ, દીવ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે કચ્છમાં ચોમાસું વિલંબે પહોંચશે. બીજી તરફ અમદાવાદમાં ૧૫ જૂને વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રાપાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં સવારથી કાળાડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જેના લીધે પ્રાચી તીર્થમાં ચારેબાજુ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો આની સાથે સૂત્રાપાડા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે.આખરે દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનું આગમન તાપી જિલ્લામાં થઈ ગયું છે. જેના લીધે વરસાદ શરૂ થયો હતો.
તો તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો.
ઉપરાંત તાપીના વ્યારા નગરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ તૂટી પડ્યો હતો.

Related posts

ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટે

editor

ડીસામાં નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ તેમજ નાઈ સમાજ સેવા સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

aapnugujarat

ગિરનાર-પંચમઢી ખાતે ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવાની તક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1