Aapnu Gujarat
ગુજરાત

ગિરનાર-પંચમઢી ખાતે ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવાની તક

બાળકો અને યુવાનો વન પરિભ્રમણ દ્વારા વન્ય સજીવ સૃષ્ટિનો પ્રત્યક્ષ અભ્યાસ કરી શકે અને પર્યાવરણને બચાવવા તેનું જતન કરી શકે તેમજ સમુહ જીવન દ્વારા બાળકોની પર્સનાલિટી ડેવલપ થાય એવા આશયથી રાજ્ય સરકારના યુવક સેવા બોર્ડ અને ગુજરાત એડવેન્ચર કલબના ઉપક્રમે ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે તા.૨૨/૧૦/૨૦૧૭ થી તા. ૩૦/૧૦/૨૦૧૭ દરમિયાન ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢ ખાતે એડવેન્ચર ટ્રેકિંગ અને પર્વતારોહણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિરનાર કેમ્પમાં જોડાનાર બાળકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. બીજો કેમ્પ ઉંમર ૧૨ થી ૭૦ વર્ષ માટે મધ્યપ્રદેશના વોટર ફોલનું આકર્ષણ ધરાવતા પંચમઢી ખાતે તા.૩૦/૧૦/૨૦૧૭ થી તા.૬/૧૧/૨૦૧૭ સુધી યોજાયો છે. રસ ધરાવનારે હસમુખભાઇ પાઠક ઇ-૪, લકી એપાર્ટમેન્ટ, ઓ.એન.જી.સી. સામે, મકરપુરા રોડ, વડોદરા. મો. ૯૪૨૭૪૦૪૨૧૦નો સંપર્ક કરી નામ નોંધાવવા જણાવાયુ છે.

Related posts

પાવીજેતપુર ગામ બનશે કેમેરા અને સ્પીકરો સાથે પબ્લીક એડ્રેસિંગ સિસ્ટમથી સજ્જ

editor

અમદાવાદના નવરંગપુરામાં ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની ધરપકડ

aapnugujarat

દારુબંધી મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1