Aapnu Gujarat
ગુજરાત

દારુબંધી મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી

દારુબંધીના કાયદાના અમલને લઈને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી, જવાબ આપવા આદેશ કર્યો. દારુ વેચવાનું લાયસંસ ધરાવતી હૉટલોને દારુબંધીના કાયદા અંતર્ગત લાયસંસ કેમ નથી અપાતું તે અંગે ખુલાસો માગ્યો. જૂનાગઢના રેનીશ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત સરકાર હૉટલોને દારુ વેચવાની પરવાનગી આપતા પહેલા ગુજરાત નિષેધ ધારાની કલમ ૧૪૩ અને બોમ્બે ફોરેન લીકર રૂલ અંતર્ગત કડક નિયમો બનાવે તેવી માગ કરી છે.અરજદારે હૉટલને લાયસંસ આપતા પહેલા જે-તે હૉટલના ક્લાસ અંગે ચકાસણી કરી. એટલે કે પરવાનગી મેળવનાર હૉટલ કેંદ્ર સરકારના પ્રવાસન વિભાગના નક્કી કરેલા માપદંડો અનુસાર થ્રી સ્ટાર કે તેનાથી વધુ સ્ટાર ધરાવે છે કે નહિ. અને જો આમ ન હોય તો તેવી હૉટલનું લાયસંસ રદ કરવાની રજૂઆત અરજદારે કરી, જેથી આ પ્રકારની હૉટલની પાસે રહેતા લોકોને પરેશાની ન થાય અરજદારે અરજીમાં એવી પણ રજૂઆત કરી કે લાયસંસ આપતી વખતે સત્તાધિકારીઓ દિશાસૂચનોનું પણ પાલન નથી કરતા. હૉટલોનું સ્ટેસ ૧૦-૧૫ વર્ષ પહેલા નક્કી કરાયું હતું, જેમાંની ઘણી હૉટલ તે જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તમામ હૉટલોના સ્ટેસ અંગે ફરી તપાસ થવી જોઈએ સાથે જ તેમની જગ્યાની પણ ચકાસણી કરી સરકારે ફરી લાયસંસ આપવું જોઈએ.
અરજદારે અમદાવાદની કોર્ટયાર્ડ બાય મેરિયટ, ધ ગ્રાંડ ભગવતી અને ધ મેટ્રોપોલ જેવી હૉટલના ઉદાહરણ આપ્યા છે. આ હૉટલોના ૨૦૦ મીટરના વિસ્તારમાં સ્કૂલો, મંદિરો કે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. અરજદારના વકીલ શર્વિલ મજમુદારે કહ્યું કે, હાઈકોર્ટે સરકાર પાસે દારુનું લાયસંસ આપવાના નિયમો અંગે જવાબ માગ્યો છે. અને આ અંગેના નિયમો જે ૫૦ વર્ષોથી વધુ વર્ષથી અસ્પષ્ટ છે, તે સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

Related posts

સેટેલાઈટ ગેંગરેપ : મોટાભાગની માંગ સંતોષાતા પિતાએ અરજી પાછી ખેંચી

aapnugujarat

ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શુક્રવારે ‘રસ્તા રોકો’ આંદોલન

aapnugujarat

મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

editor

Leave a Comment

UA-96247877-1