Aapnu Gujarat
Uncategorized

કપાસનાં ભાવમાં ૧૧ વર્ષ બાદ ઉછાળો

હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ ૧૫૭૦ પર પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.ત્યારે વાતચીતમાં સૌરાષ્ટ્રના વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અંદાજિત ૧૧ વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે કે, જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ ૧,૫૦૦ પાર ગયા હતા. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો કરશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જાેવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે. તો સાથે જ ગત વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો.તો બીજીતરફ મગફળીમા પણ ખેડૂતોને સારા પૈસા ઉપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગફળીના ભાવ હાલ ૧૨૦૦ રૂપિયાથી લઈ ૧૩૫૦ રૂપિયા સુધીના હરાજીમાં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ બીડી માર્કેટિંગ યાર્ડમાં હાલ તલ અને મગની પણ આવક થવા પામી છે તેમાં પણ ખેડૂતોને સારુ મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

અસ્થિ વિસર્જન કરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડુબ્યા

editor

ચોથા માળેથી માતાને ફેંકનાર પુત્રે કહ્યું, પત્ની અને માતાના ઝઘડાથી થાક્યો’તો

aapnugujarat

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

editor

Leave a Comment

UA-96247877-1