Aapnu Gujarat
રમતગમત

૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે : સીએમ રૂપાણી

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ ક્રિકેટ મેચો રમાઈ ચૂકી છે. જાેકે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક્સ રમાડવા માટે અત્યારથી જ કમર કસી છે. અમદાવાદની ૨૦૩૬ની ઓલિમ્પિક્સની પ્રબળ દાવેદારી માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઔડાએ સર્વે કરવા માટે ટેન્ડર બહાર આપ્યું છે. ત્યારબાદ શહેરમાં સ્પોટ્‌ર્સ સંકુલ અને હોટલો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એક એજન્સી નિમણૂક કરશે. જે ત્રણ મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઓલિમ્પિક્સ યોજવા અંગેની બાબતોનો રિપોર્ટ આપશે.ત્યારે આ અંગે જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘વર્ષ ૨૦૩૬માં ભારતમાં જાે ઓલિમ્પિક્સ રમાશે તો અમદાવાદમાં તેનું ઇનફ્રાસ્ટ્રક્ચર એટલે આ બહું મોટી સુવિધા, કેન્દ્ર સરકારનાં માર્ગદર્શન હેઠળ આપણને મળી રહી છે. તે માટેની તૈયારીઓ કરી રહ્યું છે.અમદાવાદ કોર્પોરેશન આ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકાર આ અંગેની તમામ તૈયારીઓ માટે સંપૂર્ણ સહકાર આપશે. અહીં ઓલિમ્પિક્સ રમાશે તે રાજ્ય માટે ગૌરવની વાત છે. જે માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર પણ માનું છું.અમદાવાદે ઓલિમ્પિક માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે ૨૦૩૬માં જ કેમ અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે? જાેકે વાત જાણે એમ છે કે, ૨૦૨૮ સુધી ઓલિમ્પિક્સના તમામ વેન્યૂ બૂક થઈ ગયા છે. અને હાલમાં ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે.૨૦૨૦ની ઓલિમ્પિક્સ ટોક્યોમાં યોજાવાની હતી. જે કોવિડના કારણએ ૨૦૨૧માં યોજાશે. જ્યારે ૨૦૨૪ની ગેમ્સ પેરિસમાં, ૨૦૨૮માં લોસ એન્જલસમાં યોજાશે. ૨૦૩૨ માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેને પ્રિફર્ડ વેન્યૂ જાહેર કર્યા છે. ત્યારે ૨૦૩૬ની ઓલિમ્પિક માટે અમદાવાદે દાવેદારી નોંધાવી છે.

Related posts

पंत को अपनी फिल्डिंग में सुधार करना होगा : कोच श्रीधर

aapnugujarat

Sri Lanka defeats West Indies by 23 runs

aapnugujarat

વિરાટે દિપિકા સાથે એડ કરવાથી કર્યો ઇનકાર, આરસીબીને ૧૧ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1