Aapnu Gujarat
ગુજરાત

NVBDCP શાખા દ્વારા જુન માસની મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગના NVBDCP શાખા દ્વારા જુન માસ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અને જુન માસ મેલેરીયા વિરોધી માસ અંતર્ગત આગામી ચોમાસામા મેલેરીયા સહિતનો રોગચાળો ફેલાય નહી તે માટે હાઇરિસ્ક ગૃપ એવા સ્લમ તથા સ્થળાંતરીત વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારો પોરાનાશક કામગીરી તથા સ્થાનિક લોકોને મચ્છર ઉત્પતી સ્થાનો, મચ્છર ઉત્પતી સ્થાનોનો નિકાલ કરવા અંગે તથા મચ્છરના પોરા થતા અટકાવવા અંગે સમજ આપવામાં આવી હતી.
ઉપરાંત વરસાદના કારણે વાહકજન્ય રોગચાળામાં વધારો ના થાય તે માટે જિલ્લાના કુલ ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૪ અર્બન સેન્ટરના મેડીકલ ઓફીસરની દેખરેખ હેઠળ ૩૫ સુપરવાઇઝરના સુપરવિઝન તળે દરેક એમ.પી.એચ.ડબલ્યુ., આશાબહેનો અને આશાફેસીલેટર બહેનો દ્વારા અઠવાડીક ડોર ટુ ડોર વીઝીટ કરીને પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. જેમાં પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફુલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરવામાં આવે છે. તે પૈકી જે જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ(પોરા) જોવા મળે તેમા ટેમોફોસ/ કેરોશીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. કાયમી ભરાતા પાણીના સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ અને ૧૨૨૦૦ LLIN એટલે કે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષ દરમિયાન જિલ્લામાં મેલેરીયાનો એકપણ કેશ નોંધાયેલ નથી. અર્બન વિસ્તારમાં ટીમ વર્ક દ્વારા દર મંગળવાર અને શુક્રવારે એન્ટીલાર્વલ કામગીરી અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં મેલેરિયાનો એકપણ પોઝીટીવ નોંધાયેલ નથી. આ ઉપરાંત લોકજાગૃતિ માટે વેરાવળ તેમજ કોડીનારના લોકલ ટીવી ચેનલમાં વાહકજન્ય રોગચાળા વિષે જાહેર જનતામાં જાગૃતિ લાવવા અર્થે વીડીયો અને સ્ક્રોલીગ દર્શાવવામાં આવી રહ્યું છે. તેમજ જુન માસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના એફ.એમ. રેડિયો ઉપર જિંગલ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. તેમજ વિવિધ વિસ્તારોમાં રીક્ષામાં પાછળ પોસ્ટર લગાવીને લોકોમાં જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવા અને મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ ના મિશન ને સફળ બનાવવામાં લોકો સહયોગ આપે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી, ડો.કે.બી.નિમાવત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_ માલદે ગોહેલ , ગીર સોમનાથ

Related posts

કડીમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની સરાહનીય કામગીરી

aapnugujarat

साणंद के गोधावी गांव में मां ने बच्ची की हत्या करके खुद भी आत्महत्या कर ली

aapnugujarat

સરકાર અને તબીબોની લડાઈમાં પીસાઈ રહ્યા છે પેશન્ટ્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1