Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા પીપલ્સ કો. ઓપરેટીવ બેંકને RBI દ્વારા રુપિયા 2 લાખનો દંડ

ધ્રાંગધ્રાથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે,ધ્રાંગધ્રા શહેરની પીપલ્સ કો.ઓપરેટીવ બેંક એક બાદ એક નવી ચચાઁઇ સપડાયેલી રહે છે તેવામાં હાલ પીપલ્સ બેંક ધ્રાંગધ્રા બ્રાન્ચને બે લાખ રૂપિયાનો દંડ RBI દ્વારા ફટકારતા વધુ એક ચચાઁ જાગી છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની પીપલ્સ કો.ઓપરેટીવ બેંક શાખા દ્વારા અગાઉ RBIના નિયમોનો પાલન નહિ કરવા બદલ 2લાખ સુધીનો દંડ ફટકાયોઁ છે જ્યારે અગાઉ વષઁ 2016મા પણ ધંધો સિલસિલો યથાવત રહ્યો હોવા છતા પણ કોઇ ખાસ સુધાર નહિ આવતા RBI દ્વારા ધારા 46,47 અને બેકીંગ એક્ટ ધારા 56 મુજબ બેંક પાસે જવાબો રજુ કરવા જણાવ્યું હતુ. જે બાબતે ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના જવાબો સંતોષકારક મળ્યા હતા નહિ વળી UCB નિયમોના અન્ય બેન્કમા થાપણ કરવાના મામલે પણ RBI બેન્કના નારાજ હતી. જ્યારે વષઁ2018ના સ્ટેટયુરી ઓડીટ સામે સવાલના પીપલ્સ બેંક પાસે પણ સંતોષકારક જવાબ નહિ મળવા જેવા અન્ય કેટલીક બાબતોને ધ્યાને લઇ RBI દ્વારા દંડ ફટકારાયો હોવાનુ માલુમ પડ્યું હતુ ત્યારે પીપલ્સ બેંકને 2 લાખનો દંડ ફટકારવાની વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી ગઇ હતી.

Related posts

જેનું ખાતમુહૂર્ત બીજેપી કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે

aapnugujarat

राज्य में सीजन की ९५ फीसदी बारिश : ३५ जलाशय लबालब

aapnugujarat

અહેમદ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1