Aapnu Gujarat
ગુજરાત

જેનું ખાતમુહૂર્ત બીજેપી કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે

મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્યપ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ વધુ વેગવંતુ બનાવશે. નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો સાકાર થયો છે એમ મમુખ્મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.

અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે. તેવું તેમને જણાવ્યું હતું.

Related posts

ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં વિરોધ

aapnugujarat

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના(પીએમએસવાયએમ)ના અમલીકરણમાં ગુજરાત દેશમાં અને વડોદરા રીજીયન ગુજરાતમાં પહેલા નંબરે

aapnugujarat

માસ્ક નિયમના ધજાગરા ઉડાડી પોલીસ કાફલા સાથે ભાઈગીરી કરતી એમ.પી.ની મહિલાઓ

editor

Leave a Comment

UA-96247877-1