Aapnu Gujarat
Uncategorized

ધો.૧૨ ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ડર થી આત્મહત્યા કરતા મોત નિપજ્યું

ચોટીલાના સણોસરાની મોડેલ સ્કુલમાં ધો.12માં અભ્યાસ કરતી મુળ ખેરાણા ગામની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડર થી એસીડ પી ગઇ હતી.તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ તે સારવાર કારગત ન નીવડતા ૧૨ દિવસ બાદ રાજકોટ ખાતે મૃત્યુ નિપજતા નાના ગામમાં શોક નો માહોલ છવાયેલ છે. ચોટીલાના સણોસરા મોડેલ સ્કુલમાં ખેરાણા ગામ ૧૭ વર્ષિય યુવતી પ્રિતી રમેશભાઇ મકવાણા ૧૨ મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.જેની પરીક્ષા રીસીપ આવ્યા બાદ વાચવાની રજા આપાઇ હતી.આથી તેઓ ખેરાણા પોતાના ઘરે ગઇ હતી.પરંતુ પરીક્ષામાં પૂરી તૈયારી નહીં થતા પરીક્ષાના આગલા દિવસે એસીડ પી જતા પ્રથમ ચોટીલા સારવાર લઇ જવાઇ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાઇ હતી.પરંતુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં યુવતીએ દમ તોડ્યો હતો. આમ ભણતરના ભાર થી વિદ્યાર્થીમા આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે ચોટીલા વિસ્તારમાં પરીક્ષાના ડરથી આવી ઘટના બનતા શોકનું મોજુ છવાયુ છે.અને મૃતકના પરીવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો હતો.તેમજ ગામના અન્ય પરિવારોના લોકોએ આઘાત અનુભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિન પ્રતિદિન જીલ્લામાં આત્મહત્યાના બનાવો વધી રહયા છે તેમાં પણ વિદ્યાર્થીઓ અને યુવાનો પરીક્ષાના ડર થી આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું.

Related posts

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

editor

ગોંડલ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

aapnugujarat

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો ફેઝ પુરો થતાં હજુ એક વર્ષનો સમય લાગશે

editor

Leave a Comment

UA-96247877-1