Aapnu Gujarat
ગુજરાત

ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં વિરોધ

દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અલ્પેશ ઠાકોરનો સાથ છોડી ગત બુધવારે વાઘરોલ ગામે કોંગ્રેસના વિજય મહાસંમેલનમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો અમે જાહેરમાં ખુલ્લો વિરોધ કરીશું. સુરેશ ઠાકોરના આવા નિવેદનથી દાંતીવાડા તાલુકાની ઠાકોર સેનાના યુવાનો પણ લાલઘૂમ થયા છે અને સુરેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા હોવાના મેસેજો વાઈરલ થઈ રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાએ પણ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચડાવી છે ત્યારે દાંતીવાડા તાલુકામાં ઠાકોર સેના પણ બે ભાગમાં વહેંચાઇ ગઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં દાંતીવાડા ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરતા દાંતીવાડા તાલુકા ઠાકોર સેનાની ટીમ દ્વારા તેમનો સોશિયલ મીડિયામાં જાહેર વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે હાલમાં દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના મતોનું કઈ પાર્ટી બાજુ પ્રભુત્વ રહશે તે તો સમય આવનારો સમય જ બતાવશે.ગત વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા મતવિસ્તારમાં ઠાકોર સેનાના મતનો પ્રભુત્વ રહ્યું હતું અને જેના લીધે ધાનેરા વિધાનસભાની સીટ ભાજપને ખોવાનો વારો આવ્યો હતો તયારે ફરી પાછું દાંતીવાડા તાલુકા ઠાકોર સેના પ્રમુખ કોંગ્રેસમાં જોડાતા આગળનું વાતાવરણ કેવુ રહેશે તે જોવાનું રહ્યું.ગત વિધાનસભાની ધાનેરા બેઠક પર ભાજપના નારાજ કાર્યકરો વધારે ઉમેદવારને લઈને નારાજ હતા. જેના કારણે અમુક કાર્યકરોએ ચોરી ચોરી ચુપકે ચુપકે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરતા હોવાના મેસેજો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.અને નારાજ ભાજપના કાર્યકરોનો ભોગ બનવાનો વારો આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડયો હતો.

Related posts

બાળગ્ન યોજાતા બાળ લગ્ન પ્રતિબંધક અને સુરક્ષા કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી

editor

घंटों तक महिला दर्द से तड़पती रही लेकिन वीएस में महिला के पेट दर्द का उपचार नहीं किया गया

aapnugujarat

દુષ્કર્મ કેસમાં પીડિતાના જેસીપી ભટ્ટ પર ગંભીર આક્ષેપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1