Aapnu Gujarat
ગુજરાત

પ્રભાસ પાટણમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

ગીર સોમનાથથી અમારા સંવાદદાતા માલદે ગોહેલ જણાવે છે કે, ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કોરોના મહામારી દરમ્યાન જીલ્લામાં અસામાંજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા સુચના કરતા ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ એલ.એલ.વસાવા,એસ ઓ.જી સ્ટાફના એ.એસ આઇ કેતનભાઇ જાદવ, નરવણસિહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, લખમણલાઇ મેતા,વુમન હેડ કોન્સ અસ્મિતાબેન ચાવડા, એસ આઇ નારણભાઇ ચાવડા વેરાવળ-પ્રભાસ પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ તથા નરવણસિ ગોહિંલને મળેલ સયુક્ત બાતમી આધારે મેડીમલ ઓફીસરશ્રી ડો અવધેશકુમાર ભુષ્રણરામ ચૌધરીને સાથે રાખી પ્રભાસ પાટણ ગુલાબનગર, નાઝ પ્રોવિજન સ્ટોર સામેની ગલીમાં રહેતા શબ્બીરભાઇ કાસમભાઇ ભાદરકા જાતે ઘાંચી મૃસ્લીમ (ઉ.વ.૩6) વાળાના મકાને બોગસ ડોકટર અગે રેઇડ કરતા મજકુર ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કલીલનીક/દવાખાનું ચલાવી લોકોની જીદગી સાથે છેડા કરતા મળી આવેલ હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથિક દવાઓ, ઇન્જેકશન તથા સ્ટેથોસ્કોપ તથા સિરપની બોટલો તથા છૂટી દવાઓ વિગેરે મેડિકલને લગતા તમામ સાધન સામગ્રી તથા રોકડ રૂપીયા કુલ ૧૦,૪૮૫ ના મૃદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રભસ પાટણ પોલીસે હાથ ધરી છે.

Related posts

राखी का त्यौहार परंपरागत तरीके से मनाया गया

aapnugujarat

ઓલ ઈન્ડિયા સિટીઝન વિજીલન્સ કમિટિના વર્કશોપ યોજાયો

aapnugujarat

હાઈકોર્ટએ હાર્દિક પટેલની કાયમી રાજ્ય બહાર જવાની અરજી ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1