Aapnu Gujarat
રાષ્ટ્રીય

મે માસમાં ભારતમાં આશરે૧.૫ કરોડથી વધુ લોકો બેરોજગાર બન્યા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર હવે ઓછો થઇ ગયો છે પરંતુ તેને કારણે કરવામાં આવેલા લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે, જેને કારણે કરોડો લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. એક પ્રાઇવેટ રિસર્ચ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર આ વર્ષે મે મહિનામાં ભારતમાં આશરે ૧.૫ કરોડથી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.
જેને કારણે બેરોજગારીના દરમાં વધારો થયો છે. બીજી લહેરને કારણે ગત મહિને મેમાં બેરોજગારી દર ૧૧.૯ ટકા થઇ ગયો જ્યારે તે પહેલા એપ્રિલમાં આ ૭.૯૭ ટકા દર હતો. ગત વર્ષે કરવામાં આવેલા લૉકડાઉન બાદથી આ દર સૌથી વધુ છે. ગત વર્ષે જૂનમાં બેરોજગારી ૧૦.૧૮ ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર, કામકાજની ઉંમર વર્ગના લગભગ ૧૪.૭૩ ટકા લોકો શહેરી ક્ષેત્રોમાં અને ૧૦.૬૩ ટકા ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગાર થયા છે.
ગત વર્ષએ એપ્રિલમાં કોરોના મહામારીને કારણે દેશભરમાં લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સૌથી વધુ બેરોજગારી દર હતો જ્યારે તેનો દર ૨૩.૫૨ ટકા હતો. જાેકે, તે બાદ તે દરમાં આગામી મહિનામાં ઘટાડો થવા લાગ્યો અને મે ૨૦૨૦માં દેશનો બેરોજગારી દર ૨૧.૭૩ ટકા પર પહોચી ગયો.
સીએમઆઇઇ અનુસાર મે મહિનામાં ૩૭.૫૪૫ કરોડ લોકો પાસે રોજગાર છે, જેમાં વિવિધ પ્રકારના અનૌપચારિક કાર્ય સામેલ છે. એપ્રિલમાં ૩૯.૦૭૯ કરોડ લોકોને રોજગાર મળ્યો, જેનો અર્થ એ છે કે મેમાં ૧.૫૩ કરોડથી વધુ નોકરીઓ જતી રહી.
સુત્રો અનુસાર સંક્રમિત થવાનો ડર અને ખરાબ વેક્સીનેશનને કારણે કેટલાક કર્મીઓના મનમાં કામને લઇને ડર વધ્યો જેને કારણે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં ઘટાડો થયો. એલએફપીઆર કોઇ ખાસ ઉંમર-વર્ગના લોકો દ્વારા કામ કરનારા અથવા સક્રિય રીતે કામની શોધ કરી રહેલા લોકો અને તે ખાસ ઉંમર-વર્ગની કુલ જનસંખ્યાની અનુક્રમિકા છે.
આ રેટમાં ખાસ કરીને ૧૫ વર્ષ અને તેથી ઉપરના લોકોને સામેલ કરવામાં આવે છે. બીજી તરફ બેરોજગારી દર સક્રિય રૂપે કામની તપાસ કરી રહેલા બેરોજગારો અને કુલ શ્રમિક બળ (લેબર ફોર્સ) વચ્ચેનો રેશિયો છે.

Related posts

આધારને બેંક અકાઉન્ટ સાથે લિંક કરવા અંગે લેવાયો નિર્ણય

aapnugujarat

નિષાદ પાર્ટી એનડીએ સાથે ગઠબંધન કરવા તૈયાર

aapnugujarat

ટુજી કૌભાંડના ચુકાદાને પડકાર ફેંકવાનો ઇડી, CBIનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1