Aapnu Gujarat
રાષ્ટ્રીય

નિષાદ પાર્ટી એનડીએ સાથે ગઠબંધન કરવા તૈયાર

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટી રાહત થઇ છે. કારણ કે, એક મોટા રાજકીય ઘટનાક્રમમાં નિષાદ પાર્ટીએ એનડીએની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. આની સાથે જ ગોરખપુરમાંથી વર્તમાન સપાના સાંસદ પ્રવિણ નિષાદ પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. ગોરખપુરમાં લોકસભા પેટાચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નિષાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને ભાજપના ગઢમાં પ્રવિણ નિષાદે જીત મેળવી હતી. ગોરખપુરની સીટ યોગી આદિત્યનાથના મોટા ગઢ તરીકે ગણવામાં આવે છે. પેટાચૂંટણીમાં અહીં નિષાદની જીતથી ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જો કે, નિષાદ હવે ફરી એકવાર ભાજપમાં સામેલ થઇ ગયા છે. નિષાદ પાર્ટી ભાજપની સાથે જવાની સાથે સપા અને બસપા ગઠબંધનને પણ મોટો ફટકો પડ્યો છે. દિલ્હીમાં ભાજપ ઓફિસમાં પ્રવિણ નિષાદે ભાજપના નેતા જેપી નડ્ડાએ પાર્ટીની મેમ્બરશીપ આપી હતી. આ ગાળા દરમિયાન ઉત્તરપ્રદેશ કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાતચીતમાં નિષાદ પાર્ટીના સ્થાપક ડો. સંજય નિષાદે કહ્યું હતું કે, કોઇપણ શરત વગર ગઠબંધન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંજય નિષાદે કહ્યું હતું કે, આ ગઠબંધનની પૂર્વાંચલની સાથે સાથે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અસર થશે. સીટોને લઇને અમારી કોઇ માંગ નથી. ગોરખપુર સીટ પરથી ભાજપ જેને ઉતારવા ઇચ્છે તે ઉતારી શકે છે. આ પહેલા નિષાદ પાર્ટીએ સપા સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી પરંતુ થોડાક દિવસની અંદર જ પાર્ટીના સ્થાપક સંજય નિષાદે અવગણના થઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ગોરખપુર સીટથી સમાજવાદી પાર્ટીએ વર્તમાન સાંસદ પ્રવિણ નિષાદની ટિકિટ કાપીને રામ ભુવાલને ઉમેદવાર બનાવ્યા હતા. નિષાદ પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધનથી પૂર્વાંચલની ઘણી સીટો પર સમીકરણ બદલાઈ જાય તેવી શક્યતા છે. ગોરખપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર થતાં પાર્ટી હચમચી ઉઠી હતી. પ્રવિણ નિષાદે ભાજપમાં મોટો ફટકો આપ્યો હતો.

Related posts

બોફોર્સ કેસમાં ૧૧ મેનાં દિવસે સુનાવણી

aapnugujarat

EPFO ने अप्रैल-मई के दौरान 11,540 करोड़ रुपए के 36.02 लाख दावों के निपटान किए

editor

બિહાર પુર તાંડવ : વધુ ૨૬ના મોત સાથે મૃતાંક વધીને ૩૬૭

aapnugujarat

Leave a Comment

UA-96247877-1