Aapnu Gujarat
રાષ્ટ્રીય

બોફોર્સ કેસમાં ૧૧ મેનાં દિવસે સુનાવણી

દિલ્હીની એક અદાલતે સીબીઆઈની એ અરજી ઉપર ૧૧મી મેના દિવસે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે જેમાં રાજકીયરીતે સંવેદનશીલ ગણાતા ૬૪ કરોડ રૂપિયાના બોફોર્સ કટકી મામલામાં વધુ તપાસની મંજુરી માટે આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી. વધારાના મુખ્ય મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ અનુજ અગ્રવાલની સમક્ષ અરજી કરવામાં આવ્યા બાદ આ મામલામા ંહવે ૧૧મી મેના દિવસે વધુ સુનાવણી કરવામાં આવશે. વધારાના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અગ્રવાલનું કહેવું છે કે, ફાઇલો હજુ સુધી પહોંચી નથી. આના ઉપર ૧૧મી મેના દિવસે સુનાવણી થશે. કોર્ટે દસ્તાવેજો ઉપલબ્ધ નહીં હોવાના કારણે સુનાવણી ૧૭મી ફેબ્રુઆરીના બદલે ૭મી એપ્રિલ સુધી ટાળી દીધી હતી. ભાજપના નેતા અજય અગ્રવાલે આરોપીની સામે તમામ આરોપ ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના ૩૧મી મે ૨૦૦૫ના ચુકાદાને પડકાર ફેંકીને અપીલ દાખલ કરી હતી. સીબીઆઈ દ્વારા ૯૦ દિવસની ફરજિયાત અવધિના ગાળામાં ટોચની અદાલતમાં હાઈકોર્ટના ચુકાદાને પડકાર નહીં ફેંકવાના કારણે વર્ષ ૨૦૧૪માં રાયબરેલીથી તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સામે ચૂંટણી લડનાર અગ્રવાલે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને ચોક્કસ મંજુરીની માંગ કરી હતી.

Related posts

આઝમ ખાનની જીભ કાપીને લાવનારને ૫૦ લાખનું ઈનામઃ વીએચપી નેતારાજેશ ગોસ્વામી

aapnugujarat

રાજ્યસભામાં ભાજપની બેઠકો પર અસર દેખાશે

aapnugujarat

બહારી પરીબળથી પેટ્રોલ અને ડિઝલની કિમતમાં વધારો થયો : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1