Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરુણાચલ મુદ્દે ભારત-ચીન ફરી આમને સામને

ડોકલામ બાદ અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાવવાના સંકેત દેખાઈ રહ્યા છે. વ્યૂહાત્મકરીતે ખુબ જ સંવેદનશીલ ગણાતા અરુણાચલ પ્રદેશના આસફિલા ક્ષેત્રમાં ભારતીય સેનાની પેટ્રોલિંગને ચીને અતિક્રમણ તરીકે ગણાવીને આની સામે વાંધો ઉઠાવ્યો છે. અલબત્ત ભારતીય સેના તરફથી ચીનની આ પ્રકારની દલીલોને ફગાવી દીધી છે. સત્તાવાર સૂત્રોએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે, અરુણાચલમાં ચીન અને ભારત વચ્ચે તંગદિલી વધી શકે છે. પેટ્રોલિંગને અતિક્રમણ તરીકે ચીને ગણાવતા આની સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ૧૫મી માર્ચના દિવસે બોર્ડર પર્સનલ મિટિંગ દરમિયાન ચીની પક્ષ તરફથી આ બાબતને ઉઠાવવામાં આવી હતી. જો કે, ભારતીય સેનાએ તે વખતે પણ આ માંગને ફગાવી દીધી હતી. ભારતીય સેનાએ કહ્યું છે કે, આ વિસ્તાર અરુણાચલ પ્રદેશના ઉપરી સુબાનસિરી જિલ્લામાં છે અને ભારતીય સેનાના લોકો અહીં પેટ્રોલિંગ કરતા રહે છે. સુત્રોએ કહ્યું છે કે, ચીની પક્ષે આ વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગને અતિક્રમણ તરીકે ગણાવીને આની સામે વાંધો ઉઠાવ્યો છે જેને લઇને ભારતીય સેનાએ ચીનના આક્ષેપોને રદિયો આપ્યો છે. સુત્રોનું કહેવું છે કે આસફિલામાં પેટ્રોલિંગને લઇને ચીન દ્વારા વિરોધ કરવાની બાબત ખુબ જ આશ્ચર્યજનક છે. ચીનના સૈનિકો આ વિસ્તારમાં સામાન્યરીતે ઘુસણખોરી કરતા રહે છે. ભારતીય સેના આને ખુબ જ ગંભીરતાથી લઇ રહી છે. બોર્ડર પર્સનલ મિટિંગ દરમિયાન બંને પક્ષો અતિક્રમણની આ ઘટના માટે એકબીજાની સામે વાંધો નોંધાવી શકે છે. અરુણાચલમાં વાસ્તવિક સરહદી રેખાને લઇને ચીન અને ભારતના જુદા જુદા દાવાઓ રહ્યા છે. અરુણાચલના તવાંગ વિસ્તારના મોટા વિસ્તાર પર ચીનના લોકો વારંવાર દાવો કરતા રહ્યા છે. મિટિંગ દરમિયાન ચીનની પીપલ્સ લીબ્રેશન આર્મીના પ્રતિનિધિ મંડળે આસફિલામાં ભારતીય સૈનિકોની સઘન પેટ્રોલિંગનો વિરોધ કરીને આને નિયમોના ભંગ તરીકે ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર અરુણાચલના મામલે તંગદિલી વધી રહ છે. ચીની સેનાના વિરોધને જોરદારરીતે ફગાવતા ભારતીય સેનાએ કહ્યું છે કે, અમારા સૈનિકો સંબંધિત વિસ્તારમાં પેટ્રોલિંગ જારી રાખશે. સેનાએ એમ પણ કહ્યું છે કે, અમને ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક સરહદી રેખાને લઇને પુરતી માહિતી છે. બંને દેશોની સરહદને સમજે છે. આ વિસ્તારમાં ચીન અને ભારત વચ્ચે સરહદોને લઇને વિખવાદની સ્થિતિ રહી છે. ચીની સેના ખાસ રીતે આસફિલા સેક્ટરમાં ૨૧, ૨૨ અને ૨૩મી ડિસેમ્બરના દિવસે અગાઉ થયેલા પેટ્રોલિંગનો વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભારત અને ચીનના સૈનિકોએ સરહદ ઉપર તંગદિલીને ઘટાડવા માટે મિટિંગ બોલાવી હતી. ચીન અને ભારત વચ્ચે પાંચ બોર્ડર પર્સનલ મિટિંગ પોઇન્ટ રહેલા છે જેમાં અરુણાચલ પ્રદેશમાં બમલા અને કિબિથૂ, લડાખમાં દૌલત બેગ ઓલ્ડી અને ચુશુલ તેમજ સિક્કિમમાં નાથુલાનો સમાવેશ થાય છે.

Related posts

राजधानी सहित देश के अन्य महानगरों में भी पेट्रोल-डीजल की कीमते रही स्थिर

aapnugujarat

કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

aapnugujarat

વિશ્વના તમામ દેશો યોગના લીધે ભારત સાથે જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1