Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધારને બેંક અકાઉન્ટ સાથે લિંક કરવા અંગે લેવાયો નિર્ણય

સરકારે લગભગ તમામ વસ્તુઓ માટે આધાર ફરજિયાત બનાવી દીધું છે. તાજેતરમાં જ સરકારે આધારને બેંક અકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી હતી. અગાઉ આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ રાખવામાં આવી હતી. હવે બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની કોઇ અંતિમ તારીખ નથી. આ માટેની અંતિમ તારીખ કઇ છે તે અંગે સરકાર પછીથી ઘોષણા કરશે. જો કે મોબાઇલ નંબર, પાન કાર્ડ વગેરે સાથે આધાર લિંક કરવાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઉલ્લેખનીય છે કે ૮ સપ્ટેમ્બરના રોજ સરકારે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી દીધી હતી. પોન કાર્ડ સાથે આધાર લિંક કર્યા વિના આગામી વર્ષથી ટેક્સ જમા નહી કરાવી શકાય. જો કે આ વર્ષે પણ જે લોકોના પાન કાર્ડ સાથે આધાર લિંક કરવામાં આવ્યું ન હતું, તેમને પણ ટેક્સ જમા કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ નિર્ણયથી સોકોને રાહત મળી છે. જોકે પાનકાર્ડ સાથે આધાર લિંક કરવામાં ઘણી મુશ્કેલી થઇ રહી છે. જો પાન અને આધારમાં આપવામાં આવેલી વિગતો થોડી પણ અલગ હશે તો બંને લિંક નહી થઇ શકે. પહેલાં બંનેમાં વિગતો સમાન કરાવી પડશે તે પછી જ બંને લિંક કરી શકાશે. ત્યારબાદ આધારની વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ આધાર સર્વિસમાં ચેક આધાર એન્ડ બેન્ક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર ક્લિક કરો, તે પછી પોતાના આધાર નંબર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી નાંખીને લોગઇન પર ક્લિક કરો. લોગઇન કર્યા બાદ વેબસાઇટ પર જોઇ શકાશે કે તમારો આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલો છે કે નહીં.

Related posts

પીએસયુ બેંકોના વડાની સાથે આજે પીયુષ ગોયેલની બેઠક

aapnugujarat

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

aapnugujarat

કેજરીવાલે ભારતીય સેનાના કર્યા વખાણ : ભારતીય સેનાને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની પાકિસ્તાની બંકર તબાહ કરવા બદલ સલામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1