Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા આપવા ચીનને મજબૂર ન કરી શકાય : WHO

કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે નથી આવ્યા. જાેકે તમામ નિષ્ણાતો ચીન તરફ જ આંગળી ઉઠાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ કહ્યું છે કે, તે ચીનને વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ન કરી શકે. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે જાેકે તે એ વાત પર ભાર આપતું રહેશે કે, એ મુદ્દે તપાસ ચાલુ રહેવી જાેઈએ કે આખરે વાયરસ ક્યાંથી આવ્યો અને આ રીતે વિશ્વમાં ફેલાઈ ગયો. ચીનથી નીકળીને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનારા કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે તપાસમાં લાગેલું અમેરિકા હવે કોઈ પણ સંજાેગોમાં ડ્રેગન વિરૂદ્ધ નરમાશ વર્તવાના મૂડમાં નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, જાે કોરોના વાયરસનો ખાત્મો કરવો હોય અને ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી બચવું હોય તો તેના મૂળ સુધી જવું પડશે. જે રીતે તપાસ થવી જાેઈએ તે માટે ચીન હજુ સુધી સહયોગ નથી આપી રહ્યું.
કોરોના વાયરસના શરૂઆતના પ્રસારને લઈ આકરો વિવાદ વ્યાપેલો છે. ગત વર્ષે આ વાયરસ જાનવરોમાંથી ફેલાયો હોવાનું માનવામાં આવતું હતું ત્યારે હવે છેલ્લા કેટલાક મહિનાઓથી તે વુહાન લેબથી લીક થયો હોવા અંગે તપાસની માંગ તેજ બની છે.

Related posts

कुछ जनरलों ने कारगिल युद्ध में पाकिस्तान के सैकड़ों जवान मरवा दिए : नवाज शरीफ

editor

ટ્રમ્પનું એલાન : અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી

editor

US Defense Secry Mark Esper fired Navy’s top civilian over his case handling of Navy SEAL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1