Aapnu Gujarat
રાષ્ટ્રીય

૬૩ દિવસ બાદ દેશમાં કોરોનાના કેસ ૧ લાખની અંદર

દેશમાં ૬૩ દિવસ બાદ સૌપ્રથમ વખત કોરોનાના કેસ એક લાખથી ઓછા નોંધાયા છે અને દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૨ ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે દેશમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૪૯૮ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૬૬ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે જ કોરોનાના કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૨,૮૯,૯૬,૪૭૩ પર પહોંચી છે. એક દિવસમાં વધુ ૨,૧૨૩ દર્દીના મોત થયા હતા જે ૪૭ દિવસમાં સૌથી ઓછો આંક રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંક વધીને ૩,૫૧,૩૦૯ થયો હતો. અગાઉ ૨ એપ્રિલના રોજ કોરોનાના દૈનિક ૮૧,૪૬૬ કેસ નોંધાયા હતા.
કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ સતત ૧૫માં દિવસે ૧૦ ટકા નીચે રહ્યો હતો. દેશમાં કોરોના સામે રાજ્યોએ લાગુ કરેલા કડક પગલાંને લીધે છેલ્લા પખવાડિયામાં નવા સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫.૯૪ ટકા રહ્યો હતો. કોરોના હળવો પડતા દેશમાં સક્રિય કેસો પણ ઘટીને ૧૩,૦૩,૭૦૨ થયો હતો અને રિકવરી રેટ સુધારા સાથે ૯૪.૨૯ પર પહોંચ્યો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૭,૯૦૭ કેસો ઘટ્યા હતા. સોમવારે ૧૮,૭૩,૪૮૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ ૩૬,૮૨,૦૭,૫૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સતત ૨૬માં દિવસે કોરોનાના નવા કેસોની તુલનાએ રિકવર થયેલા દર્દીઓનો આંક વધુ રહ્યો હતો. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૨,૭૩,૪૧,૪૬૨ થઈ છે. કોરોનાથી મૃત્યુનો દર ૧.૨૧ ટકા નોંધાયો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૩,૬૧,૯૮,૭૨૬ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૨,૧૨૩ દર્દીના મોત થયા હતા જેમાં તામિલનાડુમાં ૩૫૧, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૩૪૦, કેરળમાં ૨૧૧ અને પશ્ચિમ બંગાળમાં ૧૦૩ દર્દીનો સમાવેશ થાય છે.
ભારતમાં ૫ એપ્રિલના રોજ પહેલીવાર કોરોના વાયરસના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. તે વખતે ૨૪ કલાકમાં ૧ લાખ ૩ હજાર ૮૪૪ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત બીજાે એવો દેશ બની ગયો હતો જ્યાં એક જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.

Related posts

India’s historic 2nd Moon Mission, ISRO launch Chandrayaan-2

aapnugujarat

આતંકવાદીઓનો ખાત્મો કરવા પોકમાં હુમલાની જરૂર

aapnugujarat

૧૯૯૨ વાળી મર્દાનગી બાબરના સમયમાં મસ્જીદ બનતા સમયે કેમ ના દેખાડી : આઝમ ખાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1