Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૯૯૨ વાળી મર્દાનગી બાબરના સમયમાં મસ્જીદ બનતા સમયે કેમ ના દેખાડી : આઝમ ખાન

દેશનું રાજકારણ રામમંદિર મુદ્દે ગરમાયું છે ત્યારે હવે આ મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ કુદ્યા છે. આઝમ ખાને આયોધ્યામાં મંદિર-મસ્જીદ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. આઝમ ખાને કહ્યું કે, જે લોકો ૧૯૯૨માં બહાદુરી દેખાડી તો આવા લોકોએ બાબરના સમયે પણ આવી બહાદુરી કેમ ના દેખાડી.
આઝમ ખાને આ મુદ્દા દ્વારા વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદીજીના ફૌજના લોકોને જે ટ્રેનિંગ આપી છે. તેના પર અમલ શરૂ થઇ ગયો છે. હું પુછવા માંગુ છું કે, આ લોકોએ જે બાહદુરી ૬ ડિસેમ્બર ૧૯૯૨માં દેખાડી હતી. તે મર્દાનગી તે સમયે દેખાડી હોત જ્યારે બાબર મસ્જીદ બનાવી રહ્યો હતો તો મસ્જીદ બની જ ના હોત. સવાલ તેટલો જ છે કે, આ મર્દાનગી તે સમયે ક્યાં હતી જે આજે દેખાડી રહ્યાં છો.આઝમ ખાને કહ્યું, અયોધ્યામાં શું બનવું જોઇએ તેનો સવાલ જ નથી, હું પુછવા માંગું છું આ બહાદૂરી ક્યાં હતી. માત્ર તે વાત જણાવી દો કો ત્યારે ક્યાં ગયા હતા દરેક રાજા મહારાજા. તેણે શાયરીના અંદાજમાં કહ્યું કે, બાત ઉઠેગી તો દૂર તલક જાયેગી, જાનના ચાહુંગા કે યે બહાદૂરી કહાં ગઇ થી.

Related posts

दिल्ली के मानसरोवर पार्क में हुई पांच हत्या के रहस्य से पर्दा हटा

aapnugujarat

NDA ने कल्याणकारी योजनाओं को लागू कर जीता बिहार के किसानों का भरोसा : सुशील मोदी

editor

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1