Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે જાતિવાદી વસ્તી ગણતરી કરવાની આજે માંગ કરી હતી. જાતિવાદી આંકડાને લઈને હંમેશા રાજકીય પક્ષો ખચકાટ અનુભવ કરતા રહ્યા છે. જંતરમંતર પર પાર્ટીની સામાજિક ન્યાય રેલી દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે વસ્તી મુજબ પછાતોને હિસ્સો મળે તે ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે જાતિના આધાર ઉપર વસ્તી ગણતરી થવી જોઈએ અને તેના હિસાબથી જ તેમને હિસ્સો મળવો જોઈએ. આ ગાળા દરમિયાન પાર્ટીથી નારાજ થયેલા અને હાલમાં ઉપસ્થિત નહીં થયેલા મુલાયમસિંહ યાદવ પણ મંચ ઉપર ઉપસ્થિત થયા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે હવે વસ્તી ગણતરી થઈ જવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં કઈ જાતિની કેટલી વસ્તી છે તે બાબતની વિગત પણ લોકો પાસે હોવી જોઈએ. અડધા આંકડાના આધાર ઉપર ન્યાય મળી શકે તેમ નથી. મુલાયમસિંહ યાદવે રેલીને સંબોધતા કહ્યું હતું કે અખિલેશ અને તેમના સાથીઓને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મુલાયમે એમ પણ કહ્યું હતું કે સમાજવાદીઓને એક સાથે આવવાની જરૂર છે. આજે કાર્યક્રમ દરમિયાન મુલાયમસિંહે કહ્યું હતું કે અખિલેશ અને તેમના સાથીઓના પ્રયાસના લીધે જ સ્થિતિ સુધરી રહી છે. વરસાદના દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મુલાયમસિંહે કહ્યું હતું કે તેમની ઈચ્છા હતી કે સમાજવાદી પાર્ટી ક્યારેય પણ નિષ્ક્રિય ન બને. યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. મંચ ઉપર પાર્ટીના વર્કરોને સલાહ આપતા મુલાયમસિંહે કહ્યું હતું કે યુવતિઓ પ્રમાણમાં ઓછી આવી રહી છે પરંતુ મહિલાઓની હાજરી અહીં તમામ દાવાને ખોટા પાડી રહી છે.

Related posts

We want Shiv Sena’s CM for next 25 years in Maharashtra : Raut

aapnugujarat

Chandrakant Patil appointed as new chief of Maharashtra BJP

aapnugujarat

Prez Ram Nath Kovind can visit Kargil on July 26

aapnugujarat

Leave a Comment

UA-96247877-1