Aapnu Gujarat
ગુજરાત

એક્રેસીલ કંપનીએ ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે, ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી થઇ હતી. તેના ભાગરૂપે એક્રેસીલ કંપની દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરવામાં આવ્યાં હતાં.
આ અવસરે એક્રેસીલ કંપનીના ડાયરેકટરશ્રી પ્રદીપ ગોહિલે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ભાવનગર માટે ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપવામાં આવ્યાં છે. કોરોનાના દર્દીઓ માટે તેની ખરેખર જરૂર હતી. આવા કસોટીના સમયે હંમેશા એક્રેસીલ કંપની ભાવનગરની જનતાની સાથે સાથે છે અને રાજ્ય સરકાર સાથે આ સંકટના સમયે ખભે ખભો મિલાવી કાર્ય કરી રહી છે.ગયા વર્ષે એક્રેસીલ કંપની દ્વારા આરોગ્ય સેવા માટે એક આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે એક્રેસીલ કંપની મારફતે ભાવનગર જિલ્લાને અને ખાસ કરીને સર ટી. હોસ્પિટલને ૧૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મળ્યા છે. જેની ક્ષમતા ૧૦ લિટર પ્રતિ મિનિટ છે. જે દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીની આપણે કાળજી લઇ શકીએ છીએ એ પ્રકારના આ કોન્સન્ટ્રેટર છે.

Related posts

મ્યુનિ. કચેરીઓમાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લદાશે

aapnugujarat

કાંકરેજની ખારીયા કેનાલમાંથી લાશ મળી

aapnugujarat

કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ડી.ડી.સોઢાએ ચાર્જ સંભાળ્યો

editor

Leave a Comment

UA-96247877-1