Aapnu Gujarat
શિક્ષણ

કેવી રીતે બનશે બોર્ડનું પરિણામ, ૧૨ સભ્યોની કમિટિ તૈયાર કરશે ફોર્મ્યુલા

ધોરણ ૧૦ ની માર્કેશીટ કેવી બનશે તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર આજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરશે. પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ કેવી રીતે તૈયાર કરવુ તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. જે મુજબ સર્ટિફિકેટ બનશે. પરિણામ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ અને શાળાઓએ લીધેલ એકમ કસોટીને પણ આધાર બનાવાઈ શકાય છે. આ માટે કમિટિ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની ભલામણો સરકારને મોકલી અપાઈ છે.ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે જલ્દી નિર્ણય આવી શકે છે. સરકાર દ્વારા અલગ અલગ વિભાગના ૧૨ લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. કમિટી દ્વારા નિર્ણય લઇ બાદમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. આ માટે ૧૨ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ૧૨ સભ્યોમાં રાજકોટના સંચાલક જતીન ભરાડનો સમાવેશ કરાયો છે.પરિણામ કેવી રીતે તૈયાર કરવું તે અંગે કમિટિ બનાવવામાં આવી છે. જેમાં ૨ થી ૩ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના ૨ સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ ૧૨ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ લોકો વિચાર વિમર્શ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.વર્ષ ૨૦૦૧ માં કચ્છ ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. જોકે, એ સમયે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ૨ માસ પછી પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન, અનુભા શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ૨૬ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતપોતાના રાજ્ય બોર્ડોને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષા રદ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી અરજીનો ઉદ્દેશ્ય ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાના નિર્ણયની સાથે સમાનતા રાખવાની છે.આજની સુનાવણીમાં એટોર્ની જનરલે જણાવ્યું કે, સીબીએસઇ ત્રણ સપ્તાહમાં મૂલ્યાંકન માપદંડ પર નિર્ણય લેશે. વકીલે એવું પણ સૂચિત કર્યું છે કે તેમની પાસે વિશેષજ્ઞોની એક સમિતિ છે, જે ટૂંક સમયમાં જ માપદંડ પર નિર્ણય લેશે. માપદંડની પસંદગી કરવા માટે બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ સમય ફાળવવાની માંગ કરી હતી. જોકે સીબીએસઇ અને સીઆઇએસસીઇ એ જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સ્ટુડન્ટ્‌સ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે મોડું થઈ જશે. તેમણે બે સપ્તાહનો સમય આપ્યો હતો.

Related posts

अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी में बढ़ा तनाव, १४ छात्रों पर राजद्रोह का केस

aapnugujarat

શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો

editor

કડીની એમ.એન.પ્રાથમિક શાળામાં સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1