Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં ગુજરાત સહિત ૬ રાજ્યોની ચૂંટણી માટે ભાજપની ટોપની બેઠક

આરએસએસના ટોચના નેતાઓથી લઈ ભાજપના મહામંત્રી સુધીના નેતાઓની લખનૌમાં થયેલી બેઠકો બાદ હવે દિલ્હીમાં બેઠકોનો દૌર શરૂ થશે. યુપી સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે થતી અટકળો વચ્ચે હવે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શનિવાર અને રવિવારે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપના તમામ રાષ્ટ્રીય મહાસચિવ હાજર રહેશે.આ બેઠકમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત ૨૦૨૨માં ઘણા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થશે.
આ બેઠકમાં ભાજપે કોરોનાકાળમાં શરૂ કરેલા ‘સેવા જ સંગઠન’ નામના અભિયાન અંગે પણ ચર્ચા કરાશે.બેઠકમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ સહિત ૫ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મહાલચિવો અને સંગઠનના મહામંત્રીઓને પોતાના રાજ્યોની રિપોર્ટ તૈયાર કરીને લાવવાનું કહેવામા આવ્યું છે.ખાસ તો એ રાજ્યો માટે જ્યાં આગામી વર્ષે ચૂંટણી યોજાવવાની છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને ગુજરાત સામેલ છે. આ રાજ્યોમાં ૨૦૨૨માં જ વિધાનસભા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત કોરોનાકાળમાં પક્ષની છબિ અને તેના દ્વારા કરાતા કાર્યોની સમીક્ષા કરાશે.

Related posts

केंद्रीय बजट 2021-22 को लेकर वित्त मंत्री की बैठक

editor

અનંતનાગમાં વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કરી દેવાયો

aapnugujarat

યુપીમાં રાહુલ અને પ્રિયંકા ૧૫થી વધુ રેલી કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1