Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનંતનાગમાં વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કરી દેવાયો

જમ્મુ કાશ્મીરાના જુદા જુદા વિસ્તારમાં ત્રાસવાદીઓનો ખાતમો બોલાવી દેવા માટે સેના અને સુરક્ષા દળો આક્રમક વલણ અપનાવી રહ્યા છે. આના ભાગરૂપે વધુ ક કુખ્યાત ત્રાસવાદી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઠાર થયો છે. તે હિજબુલનો ત્રાસવાદી હોવાના હેવાલ મળ્યા છે. તેની પાસેથી હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. અડધી રાત્રે ત્રાસવાદીઓએ લાભ ઉઠાવીને ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં આ ત્રાસવાદી ઠાર થયો હતો. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગુરૂવારે સવારે સેનાના કાફલા પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેજર સહિત બે જવાન શહીદ થઇ ગયા હતા. હુમલામાં અન્ય એક જવાનને ઇજા થઇ હતી. બુધવારે મોડી રાત્રે ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેના ભાગરૂપે શોપિયાના સુગાન ગામમાં ઘેરી લઇને ઓપરેશન હાથ ધરાયુ હતુ. ઠાર થયેલા ત્રાસવાદીઓ પહેલી મેના દિવસે થયેલી બેંક લુટમાં સામેલ હતા.ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સ અને સુરક્ષા દળો વચ્ચે શાનદાર તાલમેલના કારણે સરકાર ત્રાસવાદીઓની સામે હવે જોરદાર જંગ ખેલવા અને તેમને ખતમ કરવાને લઇને આશાવાદી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણમાં મંગળવારે સવારે ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી અને લીડર તરીકેની ભૂમિકામાં રહેલો અબુ દુજાના ઠાર થયો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં દુજાના સાથે તોયબાનો અન્ય કુખ્યાત ત્રાસવાદી આરિફ લિલહારી તેમજ અન્ય બે ત્રાસવાદીઓ ફુંકાયા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે જુલાઈ સુધી ૧૧૭ ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીની અવધિમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદ તેમજ હિઝબુલની સાથે જોડાયેલા કેટલાક ત્રાસવાદીઓની યાદી તૈયાર કરી લીધી છે. જૂન મહિનામાં સેનાએ જમ્મુ કાશ્મીરમાં ૧૨ ત્રાસવાદીઓની હિટલિસ્ટ જારી કરી હતી. સુરક્ષા દળોએ આ ત્રાસવાદીઓની સામે જોરદાર ઓપરેશન હાથધર્યું છે જેના ભાગરુપે અબુ દુજાના સહિતના અન્ય ત્રાસવાદીઓ ફૂંકાયા હતા. આ ત્રાસવાદીઓમા નામ અને ફોટા જારી કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી ૧૧૬ ત્રાસવાદીઓના મોત થઇ ચુક્યા છે. અબુ દુજાના અને આરીફ લીલહારી ઠાર થયેલા ૧૧૫ અને ૧૧૬માં ત્રાસવાદી તરીકે હતા. ઓગષ્ટમાં પણ કાર્યવાહી જારી રહી છે. આ વર્ષે ૧૧૯ ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે. સત્તાવાર આંકડા મુજબ ૧૧૪ ત્રાસવાદીઓનો ૩૧મી જુલાઈ સુધી ખાત્મો કરવામાં આવ્યો હતો જ્યારે ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. જુલાઈ ૨૦૧૭માં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ આંકડો પહેલી ઓગસ્ટ સુધીનો દર્શાવવામાં આવ્યો હતો. એનડીએના શાસન દરમિયાન મોતનો આંકડો સતત વધ્યો છે. ૨૦૧૪માં ૧૧૦, ૨૦૧૫માં ૧૦૮ અને ૨૦૧૬માં ૧૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો પહેલાથી વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ના આંકડાને પાર કરી ગયો છે.કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે આક્રમક રણનીતિ અપનાવાઇ છે. ગયા વર્ષે માર્યા ગયેલા ૧૫૦ ત્રાસવાદીઓના આંકને આ વર્ષે પાર કરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

સોશિયલ મીડિયા પર એસસી, એસટી પર અપમાનજનક કોમેન્ટ સજાપાત્ર : દિલ્હી હાઈકોર્ટ

aapnugujarat

आरबीआई ने रेपो रेट में नहीं किया कोई बदलाव

editor

कर्नाटक चुनाव में हो सकती है रजनीकांत की परीक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1