Aapnu Gujarat
શિક્ષણ

કડીની એમ.એન.પ્રાથમિક શાળામાં સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો

નાની કડીમાં આવેલ એમ.એન.પ્રાથમિક શાળામાં નાના બાળકોનો સૌપ્રથમવાર સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો હતો જેમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા દરેક પ્રકારની લોક જાગૃતિ થીમો દ્વારા સામાજિક મેસેજ આપતો અનોખો ઉત્સવ ઉજવ્યો હતો.
કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, દિલીપ પટેલ(રાજા ઇન્ડ.) તથા રામભાઈના હસ્તે ઉત્સવને ખુલ્લો મુકાયો હતો. ભૂલકાઓએ અનેક પ્રકારનાં અલગ – અલગ વેશ ધારણ કર્યા હતાં જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. કાર્યક્રમમાં માણેકલાલ પટેલ, મણીભાઈ પટેલ, કોકીલાબેન પટેલ, બબલુભાઈ ખમાર, શારદાબેન પટેલ, રમીલાબેન પટેલ, નિલેશ નાયક,હીનાબેન ખમાર,મનીષભાઈ પટેલ(બી.આર.સી) તથા વિવિધ સંસ્થાના આચાર્યો અને બાળકો ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોના વાલીઓએ ખુબજ સહયોગ આપ્યો હતો. શાળાના શિક્ષકોએ સમાજ દર્શન ઉત્સવને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા.શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાતમાં બોર્ડનું પરિણામ મે માસના છેલ્લા સપ્તાહમાં

aapnugujarat

જામનગરમાં રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓની દયનીય હાલત

aapnugujarat

એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો

editor

Leave a Comment

UA-96247877-1