Aapnu Gujarat
શિક્ષણ

શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો

કોરોનાની મહામારીના કારણે શાળાઓમાં બંધ છે શિક્ષણ નહીં. દલવાડા ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર લલિતકુમાર બારોટના આયોજન મુજબ બાળકોને શિક્ષણ મળે, તેમનો અભ્યાસ અટકે નહીં અને શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે સરકારશ્રીના હુકમ મુજબ બાળકોને પોતાના ઘરે અને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકે અને બાળકોની અભ્યાસિક પ્રવૃત્તિને સતત ચાલુ રાખી શકાય તે માટે માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરી બાળકોને વર્ચ્યુઅલ ક્લાસમાં કેવી રીતે જોડવા, બાળકોને અભ્યાસ સંદર્ભ સાહિત્ય અસાઇમેન્ટ વગેરે કઈ રીતે મોકલવા તમામ બાબતો અપડેટ કરવા શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં કુલ ૯૨ શિક્ષકોનો માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો હતો જેમાં પ્રજ્ઞા શિક્ષકો ૨૧, ધોરણ ૩ થી ૫ ના શિક્ષકો ૩૪, ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો ૩૪ અને એચ ટાટ ૩ સૌને કોવિડ – ૧૯ની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી ત્રણ પ્રાથમિક શાળાઓમાં પાંચ પાંચ શાળાઓના જૂથ બનાવી શિક્ષકોને બોલાવી તારીખ ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર૨૦૨૦ના રોજ રોટેશન મુજબ શાળામાં આવતા તમામ શિક્ષકોને ક્લસ્ટરમાં ત્રણ સ્થળે એક વિજાપુર પ્રાથમિક શાળા, ખાંટ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા અને નાયક ફળિયા તાડવા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટરના ટેકનોસેવી શિક્ષક જયેશ પટેલ, મંજુલા ચૌહાણ અને બિનલ પટેલ તજજ્ઞો દ્વારા બે દિવસ ક્લસ્ટરના તમામ શિક્ષકોને માઈક્રોસોફ્ટ ટીમની સંપૂર્ણ તાલિમ આપવામાં આવી હતી જેમાં માઈક્રોસોફ્ટ ટીમ એપના માધ્યમથી સ્ક્રીન શેરિંગ, ફોટો શેરિંગ, વિડિયો શેરિંગ, ફાઈલ શેરિંગ, પીપીટી શેરિંગ, અસાઇમેન્ટ બનાવવા ગૃહકાર્ય આપવા, નોટબુક આ બધી જ બાબતો ઝીણવટપૂર્વક શીખવવામાં આવી. ગુગલ ફોર્મ, સ્પ્રેડશીટ, ડોક્યુમેન્ટ વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર વર્કશોપના બીજા દિવસે ખાંટ ફળીયા પ્રા.શાળા અને નાયક ફળીયા તાડવા પ્રા.શાળા ખાતે ઉપસ્થિત રહી કોવિડ – ૧૯ મહામારી સમયે ઘરે શીખીએ, હોમ લર્નિંગ અને વર્ચ્યુઅલ ક્લાસની તમામ શિક્ષકોની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ જિલ્લા પ્રમુખ અનિરુદ્ધસિંહ સોલંકી પણ શિક્ષકની પ્રથમ નૈતિક ફરજ સમજી તાલીમ મેળવી હતી. સી.આર.સી.દલવાડાએ તાલિમ દરમિયાન જન આંદોલન સંદર્ભે કોવિડ – ૧૯ની કોરોના મહામારી સામે રાખવાની સાવચેતી બાબતે પ્રતિજ્ઞા લેવડાવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પેર લીક પ્રકરણ : જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

aapnugujarat

પરીક્ષા ખંડમાં જો ઇશારો પણ કર્યો તો રિઝલ્ટ રદ કરી દેવાશે

aapnugujarat

હવે તમારૂ બાળક ૧૨ સુધી મફતમાં ભણી શકશે ! મોદી સરકાર બાળકો પર મહેરબાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1