Aapnu Gujarat
ગુજરાત

એસ્પરગિલોસિસ ના વડોદરામાં ૮ દર્દી મળ્યાં

દેશભરમાં બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યલો ફંગસના વધતા જતા કેસ વચ્ચે એક નવા પ્રકારની ફંગસે લોકોને ડરાવી દીધા છે. ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના ૨૬૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે. હવે તેમની સાથે-સાથે શહેરમાં વધુ એક ફંગલ ઇંફેક્શનનો ખતરો વધી રહ્યો છે. જેનું નામ છે એસ્પરગિલોસિસ. તેનું સંક્રમણ સાઇનસમાં હોય છે. આ નવી બિમારીથી ડોક્ટર પણ હેરાન છે. જાણકારી અનુસાર આ ઇંફેક્શન કોરોના દર્દીઓ અથવા કોરોનાથી સાજા થઇ ચૂકેલા લોકોને થઇ રહ્યું છે.વડોદરાના સયાજી હોપ્સિટલમાં આ નવા ફંગલ ઇંફેક્શનના ૮ દર્દીઓ મળ્યા છે જે ગત અઠવાડિયે ભરતી થયા હતા.
શહેર અને જિલ્લા વહિવટીતંત્ર માટે કોવિડ ૧૯ ના સલાહકાર ડો શીતલ મિસ્ત્રીએ વાતચીતમાં કહ્યું કે ’પલમોનરી એસ્પરગિલોસિસ સામાન્ય રીતે ઇમ્યૂનો-કોમ્પ્રોમાઇઝ્‌ડ રોગીઓમાં જોવા મળે છે, પરંતુ સાઇનસનું એસ્પરગિલોસિસ રેયર છે. આ બિમારી હવે તે દર્દીઓમાં જોવા મળી રહી છે કે કોવિડથી સાજા થઇ ગયા છે અથવા તેમની સારવાર ચાલી રહી છે. જોકે એસ્પરગિલોસિસ બ્લેક ફંગસ (મ્યૂકોરમાઇકોસિસ) જેટલી ખતરનાક નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફંગલ ઇંફેક્શનના આટલા કેસ એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે દર્દીઓની સારવાર માટે સ્ટેરોયડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઓક્સિજન સપ્લાઇને હાઇડ્રેટ કરવા માટે નોન સ્ટરાઇલ વોટરનો યૂઝ પણ તેનું એક કારણ હોઇ શકે છે.

Related posts

६० से अधिक उम्र के कैदी और सभी महिला कैदी के पेरोल मंजूर

aapnugujarat

सूरत में व्यापारियों पर लाठीचार्ज का असर : अहमदाबाद  के कापड़ बाजार के व्यापारियों ने खुद बंद रखा 

aapnugujarat

कॉम्प्युटर इंजीनियर विद्यार्थी पिछले १५ दिन से लापता : विद्यार्थी का मर्डर होने का पिता का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1