Aapnu Gujarat
મનોરંજન

રાહુલને પીએમ તરીકે જોવા એટલે મોદીની જગ્યા કાયમ માટે પાક્કી કરવી : જાવેદ અખ્તર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે તાજેતરમાં કહ્યું હતું કે રાહુલ ગાધી ભારતીય લોકશાહીનું ભવિષ્ય છે. તેમની આ વાત પર જાવેદ અખ્તરે કહ્યું હતું કે રાહુલ ગાંધી સારા વિપક્ષના નેતા થઈ શકે છે, પરંતુ વડાપ્રધાન નહિ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે તાજેતરમાં જ એક ટ્‌વીટ કર્યું હતું, જેમાં તેમણે રાહુલ ગાંધીને ભવિષ્યના વડાપ્રધાન ગણાવ્યા.
ખુર્શીદે રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીની તસવીરો શેર કરીને ટિ્‌વટરમાં લખ્યું છે કે ભારતીય લોકશાહીના પૂર્વ અને ભવિષ્યના રાજા. તેમની વાત ઘણા લોકોને ગળે ન ઊતરી, જેમાં જાણીતા લેખક જાવેદ અખ્તર પણ સામેલ છે. જાવેદ અખ્તરે ટ્‌વીટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે લોકશાહીના રાજ કહેવા એ પોતાનામાં જ એક વિરોધાભાસ છે. રાહુલ ગાંધી સારા વિપક્ષના નેતા હોઈ શકે છે, પરંતુ વડાપ્રધાન નહિ.
તેમણે પોતાના ઓફિશિયલ અકાઉન્ટથી કરવામાં આવેલા ટ્‌વીટમાં લખ્યું, મિસ્ટર સલમાન ખુર્શીદ, તમારો વિરોધાભાસ, લોકશાહીના રાજા ખૂબ જ નિરાશાજનક છે. રાહુલ ગાંધી એક શ્રેષ્ઠ વિપક્ષી નેતા તરીકે સ્વીકાર્ય છે, પરંતુ જે કોઈપણ તેઓ વડાપ્રધાન બનશે એવું સપનું જુએ છે એ નરેન્દ્ર મોદીને હંમેશાં માટે ભારતના વડાપ્રધાન બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે.
જાવેદ અખ્તરના આ ટ્‌વીટ પર ઘણા યુઝર્સ તેમનાથી નારાજ જોવા મળ્યા. જોકે કેટલાકે તેમના ટ્‌વીટનું સમર્થન પણ કર્યું. નિખિલ જાધવ નામના એક યુઝરે લખ્યું છે કે ખોટું, રાહુલ ગાંધીની પાસે વડાપ્રધાન બનવાની કાબેલિયત છે. તમે આંખો બંધ કરીને તેમની વિરુદ્ધ મૂવમેન્ટ ચલાવી રહ્યા છો. બીજેપીએ તેમની ઈમેજને આઈટી સેલ અને ટ્રોલ દ્વારા ખરાબ કરી છે. મોદી દેશના લોકોને એક કે બે વખત છેતરી શકે છે, પરંતુ વારંવાર નહિ.
રત્ના બાજપેઈ નામના એક યુઝરે જાવેદ અખ્તરને પૂછ્યું કે સારું છે, હવે જ્યારે રાહુલ ગાંધીને લઈને તમારા વિચાર બની ગયા છે તો તમે બીજી કોઈને પીએમની જગ્યા બતાવવા માગો છો? એનાથી તમારા ટ્‌વીટમાં વધુ સ્પષ્ટતા આવશે.
સોનાલી પંડિત નામની એક યુઝરે લખ્યું છે કે મોદીજીનો ખ્યાલ નથી કે આગળ વડાપ્રધાન રહેશે કે નહિ, પરંતુ આ લોકોએ કોઈ કસર છોડી નથી રાહુલની ઈમેજને ખરાબ કરવામાં. જોકે કોંગ્રેસની પાસે પીએમ માટે કોઈ ચહેરો નથી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પીએમપદના ઉમેદવારના રૂપમાં જુએ છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા હરીશ રાવતે તો ગત વર્ષ જ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી ૨૦૨૪માં પીએમ બન્યા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેશે.

Related posts

રાખી સાવંતે બૉયફ્રેંડ આદિલને લગ્ન માટે પ્રપોઝ કર્યું

aapnugujarat

અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની જોડી ફરી ચમકશે

aapnugujarat

ડોન-૩ ફિલ્મના નિર્માણને લઇ અસમંજસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1