Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉ. કોરિયામાં સ્કિની જીન્સ અને વેસ્ટર્ન હેર સ્ટાઇલ પર પ્રતિબંધ

ઉત્તર કોરિયા ના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના સનકી વલણને કારણે એકવાર ફરી ચર્ચામાં છે. હવે કિમ જોંગે પોતાના દેશની જનતા પર વધુ એક ફરમાન થોપી દીધુ છે. તેણે મુલેટ હેરકટ અને સ્કિની જીન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કિમ જોંગ ઉનને ડર છે કે દેશના યુવા પશ્યિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવી રહ્યાં છે.
ઉત્તર કોરિયાના અખબાર શ્નઠ્ઠ રોદોંહ સિનમુન’ પ્રમાણે, કિમ જોંગ ઉનનું માનવુ છે કે પશ્ચિમી સંસ્કૃતિ ઉત્ત્‌।ર કોરિયન લોકોના પતનનું કારણ બની શકે છે. ઈતિહાસ આપણે એક ખુબ જરૂરી વાત શીખવાડે છે. મૂડીવાદી જીવન શૈલીના પ્રભાવને રોકવા માટે કંઈ કરવામાં ન આવ્યું તો દેશ એક નબળી દીવાલની જેમ પડી જશે. તેના કારણે દેશમાં મુલેટ હેરસ્ટાઇલને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે.
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે નોર્થ કોરિયા લગભગ દુનિયાનો પ્રથમ એવો દેશ છે જયાં હેરસ્ટાઇલને લઈને નિયમ અને કાયદો બનાવ્યો છે. અહીં વાળને કલર કરવાની પણ મંજૂરી નથી. કિમ જોંગ ઉને નોર્થ કોરિયામાં ખાસ ૧૫ પ્રકારના હેરકટને મંજૂરી આપી છે. આ સાથે-સાથે કાન, નાક કે શહીરમાં કોઈ જગ્યાએ ફેશનના નામ પર કોઈ પ્રકારના છેદ ન કરાવી શકાય. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરતુ ઝડપાય તો તે માટે સજાની જોગવાઈ છે.
મહત્વનું છે કે મુલેટ હેરસ્ટાઇલમાં આગળના વાળ નાના હોય છે, જયારે પાછળના વાળ લાંબા હોય છે. પશ્યિમી દેશોમાં પાછલા વર્ષે આ હેરકટ ખુબ લોકપ્રિય થઈ હતી. તેનું કારણ છે કે ટાઇગર કિંગમાં જોઈ એગ્જાિેનકે પણ આ અંદાજમાં વાળ કપાવ્યા હતા. પરંતુ ઉત્ત્‌।ર કોરિયાનું માનવું છે કે આપણે મૂડીવાદી જીવન શૈલીના સંકેતથી સાવધાન રહેવું જોઈએ અને તેનાથી છૂટકારો મેળવવા માટે સંદ્યર્ષ કરવો જોઈએ.

Related posts

ઉત્તર કોરિયામાં ૧૧ એપ્રિલે સંસદનું સત્ર યોજાશે

aapnugujarat

નાસાના રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું

editor

पाकिस्तान ने परमाणु क्षमता से लैस बैलिस्टिक मिसाइल का परीक्षण किया

editor

Leave a Comment

UA-96247877-1