Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિન-ભાજપ શાસિત રાજ્યોને રસી મુદ્દે એક થવા સ્વામીની સલાહ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા તેમના ટ્‌વીટ્‌સ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોને કોરોના વાયરસ વેક્સિનનાં અભાવ અંગે સલાહ આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ બિન ભાજપ શાસિત રાજ્યોને વેક્સિનની અછત માટે એક સાથે આવવાની સલાહ આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગોતરી ચેતવણી આપવી જોઈએ કે કોવિડ-૧૯ વેક્સિનનો પુરતો પુરવઠો ન હોવાને કારણે તમામ બિન-ભાજપ શાસિત રાજ્યો એક થઈ શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે વિપક્ષી તમામ રાજ્યો એક થઈને વિદેશની વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટિ્‌વટમાં લખ્યું છે કે, “મોદી સરકારને ચેતવણી આપવી જોઇએ કે, રસીનાં પુરતા પુરવઠાનાં અભાવથી નિરાશ તમામ બિન-ભાજપ રાજ્યો, એક સાથે આવીને વિદેશોથી જથ્થાબંધ ઓર્ડરમાં રસી માટે વાટાઘાટ કરશે અને તેનું બિલ કેન્દ્ર સરકારને મોકલી શકે છે. મોદી સરકાર આ બિલને રાજકીય રીતે ચૂકવવાનો ઇનકાર કરી શકે તેમ નથી.”
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે અને તેમને વિદેશથી સીધા જ રસીનાં જથ્થાબંધ ઓર્ડર લેવાનું કહ્યું છે. આ દિશામાં, દિલ્હી, પંજાબ સહિત ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યોએ રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા છે. દિલ્હી, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કહ્યું છે કે તેમના રાજ્યમાં રસીનો અભાવ છે અને જેના કારણે તેઓ ૧૮+ લોકોની રસીકરણ ઝુંબેશ બંધ કરી રહ્યા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ કોવિડ-૧૯ રસીની અછત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.

Related posts

न्यू यॉर्क: 4 डी फैक्टर से प्रधानमंत्री मोदी ने सुनाई भारत के विकास की कहानी

aapnugujarat

भारतीय सेना को मिली हॉवित्जर तोपें, चीन सीमा पर होगी तैनाती

aapnugujarat

ખેડૂતની દેવા માફીની વાત કરી કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1