Aapnu Gujarat
મનોરંજન

રાખી સાવંતે બૉયફ્રેંડ આદિલને લગ્ન માટે પ્રપોઝ કર્યું

રાખી સાવંત તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લીધે સતત ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ રાખીએ કહ્યું કે તે બિઝનેસમેન આદિલ ખાન દુર્રાનીને ડેટ કરી રહી છે. રાખી અને આદિલ અનેક પ્રસંગે એક સાથે જોવા પણ છે. તાજેતરમાં જ એક વિડિયો સામે આવ્યો છે,જેમાં રાખી પોતે જ આદિલને ફૂલ આપી લગ્ન માટે પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં રાખી ફૂલનો એક ગુલદસ્તો લઈ આદિલને લગ્ન માટે પ્રપોઝ કરે છે. જોકે, આદિલ તેનો જવાબ આપતો નથી. તેના જવાબમાં રાખી કહે છે- ’લા મેરે ફૂલ વાપસ લા’. ત્યારબાદ આદિલ રાખીને ગળે લગાવી લે છે. આમ તો અગાઉ પણ રાખી અને આદિલના અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુક્યા છે. અત્યારે તો એમ જ કહેવામાં આવે છે કે રાખી અને આદિલ ફક્ત ચર્ચામાં આવવા માટે રિલેશનશીપનું નાટક કરી રહ્યા છે. જોકે તેમા કેટલી સચ્ચાઈ છે તે અંગે અત્યારે કંઈ પણ કહેવું તે ઉતાવળ જ હશે. આમ તો રાખી સાવંતે દાવો કર્યો હતો કે તેની આ અગાઉ રિતેશ સિંહ સાથે લગ્ન થયા હતા, જે ’બિગ બૉસ ૧૫’ના ઘરમાં જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ રાખી અને રિતેશ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને ત્યારબાદ રાખીએ કહ્યું કે તેના રિતેશ સાથે છૂટાછેડા થઈ ગયા છે. તાજેતરમાં રાખી સાવંત અને આદિલ દુર્રાનીનું નવું ગીત ’તૂ મેરે દિલ મેં રહને લાયક નહીં’ રિલીઝ થયું છે. શું તે આદિલ સાથે ડાંસ રિયાલિટી શોમાં ભાગ લેશે તો તેણે કહ્યું કે આદિલ મારો પ્રેમ, મારી જીંદગી, મારા શ્વાસ, મારો ડ્ઢદ્ગછ, મારું હૃદય છે. આદિલ મારા માટે બધુ જ છે.

Related posts

ટ્‌વીટર છોડી દેવા અમિતાભ બચ્ચને આપેલો સંકેત

aapnugujarat

માહી બોલિવુડમાં ફરી સારા રોલ કરવા માટે ઇચ્છુક

aapnugujarat

रेंज रोवर में सनी, फरारी में दिखे बॉबी, गाड़ियों में बैठे देओल ब्रदर्स का दिखा लैविश अंदाज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1