અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની જોડી પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ બન્ને આ વખત દિબાકર બેનર્જીની એક્શન-રોમાન્સ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. આ સંબંધમાં નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પાંચ વર્ષ અગાઉ અર્જુન કપુરને ફિલ્મ ઇશ્કજાદેમાં તેની ભૂમિકા બદલ ભારે પ્રશંસા મળી હતી. આ એક્શન ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મમાં પરિણિતી ચોપડાને પણ કેટલાક એવોર્ડ મળ્યા હતા. છેલ્લા છ મહિનાથી ફિલ્મ પાઇપલાઇનમાં હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિબાકરે અર્જુન કપુર સાથે વાતચીત કરી હતી. બન્નેની વચ્ચે ફિલ્મની પટકથાને લઇને વાતચીત થઇ હતી. અર્જુન કપુરને પ્રથમ વખતમાં જ ફિલ્મની પટકથા પસંદ પડી હતી. ત્યારબાદ તરત જ અર્જુન કપુર અને દિબાકર વચ્ચે ફિલ્મને લઇને તમામ વાત થઇ હતી. દિબાકર હજુ ફિલ્મની પટકથાના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. પરિણિતીને ફિલ્મમાં લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં અર્જુન કપુર હરિયાણાના પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અર્જુન કપુર અને પરિણિતી વચ્ચે વર્ષોથી ખુબ સારી મિત્રતા પણ રહી છે. બન્ને વર્ષોથી એકબીજાની સાથે કામ કરવા માટેની વાત કરી રહ્યા હતા. ફિલ્મ માટેનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. ઉત્તર ભારતમાં ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે.
આગામી મહિનામાં તમામ તૈયારી ફિલ્મ સાથે સંબંધિત શરૂ કરાશે. અર્જુન કપુર અને પરિણિતી ભારે આશાવાદી બનેલા છે. ફિલ્મ ઇશ્કજાદે સુપરહિટ સાબિત થઇ હતી. અર્જુન કપુરની આ બોલિવુડની પ્રથમ ફિલ્મ હતી.