Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતો બેહાલ, સરકારે ઘઉંની ઓછી ખરીદી કરી

૩૫૦૦ કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે ૧૩.૬૬ લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૪૫થી ૪૮ લાખ ટન થવાની શક્યતા છે. ગયા વર્ષે ૪૩.૧૨ લાખ ટન ઉત્પાદન હતું. આમ ૨.૨૫ લાખ ટન વધું ઉત્પાદન થયું છે. કુલ ઉત્પાદનના માત્ર ૧ ટકો ખરીદી કરી છે. આમ તો કુલ ઉત્પાદનના ૩ ટકા ખરીદી થવાની હતી. બાકીના ૯૭ ટકા ઘઉં તો ખાનગી બજારમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ ગયા છે અથવા વેચાવાના છે. ગુજરાત સરકારે ચાલુ વર્ષે માત્ર ૧.૫૦ લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. પણ અત્યાર સુધીમાં ૪૫ હજાર ટનથી વધું ખરીદી કરી નથી. આમ માત્ર ૩૩ ટકા ખરીદી કરીને ખેડૂતો પાસેથી બીજી ખરીદી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે છે.
૨૧ મે ૨૦૨૧ સુધી ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં કુલ ખરીદીથી ૨૫ ટકા વધારે ઘઉંની ખરીદી કરી લેવામા આવી છે. દેશમાં ૩.૭૨ કરોડ ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. જે ગયા વર્ષે ૩ કરોડ ટન થઈ હતી.
સરકારે ખરીદી ન કરી હોવાથી વાવાઝોડા અને વરસાદથી હજારો ખેડૂતોના ઘઉં પલળી ગયા છે. ભારે નુકસાન થયું છે. તેનું વળતર સરકારે આપવું જોઈએ એવું ખેડૂતો માની રહ્યાં છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓમાં ઘઉં ખુલ્લામાં પડી રહ્યાં હતા. તે પલળી ગયા છે. આમ સરકારે વિલંબ કરતાં ફટકો ખેડૂતોને પડ્યો છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પોતાના ૨૩૫ ગોડાઉન પર આ ખરીદી થતી હતી. જે એકાએક કોરોનાનું બહાનું બતાવીને બંધ કરાવી દેવામાં આવી હતી. ૧૦૦ કિલો ઘઉંના ૧૯૭૫ લેખે ખરીદી કરવામાં આવી છે. ગયા વર્ષે ૧૯૪૦ ભાવ હતો. જોકે ખેડૂતોને ૧૦૦ કિલોના ઘઉં ૨૪૦૦-૨૫૦૦ રાખવામાં આવે તો જ પરવડે તેમ છે.

Related posts

ચીખલી તાલુકામાં ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

editor

બોપલ – ઘુમા, શેલા સનાથળમાં ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

editor

રાજ્યમાં 24 કલાકમાં નવા 1073 કેસ, અને 23નાં મોત, વાંચો વધુ માહિતી

editor

Leave a Comment

UA-96247877-1