Aapnu Gujarat
બ્લોગ

ખોટા સમયે દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે

સામાન્ય રીતે દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દૂધ પીવાથી શક્તિ આવે છે, તાકાત વધે છે, હાડકાં મજબૂત થાય છે તેવી બાબાતો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી પણ નુકસાન થઈ શકે છે. દૂધ પીવાની આદત હોય તો પહેલાં આ વાત જાણી લેજો. નિષ્ણાતોના મતે દરેક આહારનો એક યોગ્ય સમય હોય છે. જો તમે ખોટા સમયે ખોટી વસ્તુનું સેવન કરો તો એ વસ્તુ કે આહાર તેના ગુણધર્મ કરતા વિપરિત કામ કરે છે. એટલેકે, તે તમારા માટે સ્વાથ્ય વર્ધક બનવાની જગ્યાએ મુસીબતનો સબક બની શકે છે. જે લોકોને દૂધ પીવું ગમે છે, તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય નથી. પરંતુ જો તંદુરસ્તીની વાત કરવામાં આવે, તો ગાયનું દૂધ પીવાનો યોગ્ય સમય રાત્રે હોય છે. આયુર્વિજ્ઞાન અનુસાર, દૂધમાં નિંદ્રા પ્રેરિત ગુણધર્મો હોય છે અને તે સુપાચ્ય નથી, જેના કારણે તે સવારે પીવું યોગ્ય નથી. જો વૈજ્ઞાનિક સંશોધન વિશે વાત કરીએ તો દૂધ પીવુ એ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્ય અને પાચન ક્રિયા પર આધારિત છે. દૂધમાં ઘણાં પોષક તત્વો હોય છે. જો સવારના નાસ્તામાં દૂધ શામેલ કરવામાં આવે, તો તે ઘણી રીતે આરોગ્ય લાભ આપી શકે છે. દૂધ હાડકાંને મજબૂત બનાવે છે, તેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન હોય છે જે તમને દિવસભર એક્ટિવ રહેવામાં મદદ કરે છે. દૂધને પચવામાં સમય લાગે છે. તેથી જેમની પાચક શક્તિ નબળી હોય છે, તેઓને સવારે દૂધ પીધા બાદ દિવસ દરમિયાન પેટ ભારે લાગી શકે છે. ઘણા લોકોને પેટમાં દુખાવો અને અપચો પણ થઈ શકે છે. જો તમે રાત્રે સુતા પહેલા દૂધ પીવો છો, તો તમારું પેટ આખી રાત ભરાયેલું રહેશે અને તમને ભૂખ પણ નહી લાગે. જેથી ભૂખના કારણે રાત્રે તમારી ઉંઘ નહી ઉડે અને તમે આરામથી સૂઈ શકો છો. આયુર્વેદ અનુસાર રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને શરીરની માંસપેશીઓમાં પણ આરામ મળે છે, જેના કારણે ઉંઘ સારી આવે છે. જેમને લેક્ટો ઇનટોલરેંસની સમસ્યા છે તેઓએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકોને ઇન્સ્યુલિનની સમસ્યા છે, તેઓએ પણ રાત્રે ડોક્ટરની સલાહ બાદ જ દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે જો તમે રાત્રે દૂધ પીતા હોય તો તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે.

Related posts

૨૦૧૭નાં વર્ષમાં ભારતમાં ૧૨.૫% લોકોનાં મોત હવાનાં પ્રદૂષણને થયાં

aapnugujarat

પોર્નના લીધે જાપાની પુરૂષ સેક્સથી સતત દુર થયા છે

aapnugujarat

“વાત વાતમાં વાત”

editor

Leave a Comment

UA-96247877-1