Aapnu Gujarat
ગુજરાત

સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સર્વેલન્સની મદદથી મોબાઇલ પરત મેળવ્યા

             બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, બોટાદ પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો આવેલ અને જણાવેલ કે સાંજના સમય દરમ્યાન બંન્ને જણા એક અજાણી રીક્ષામાં બેઠા હતા અને અમારા બંન્ને જણાના મોબાઇલો તે રીક્ષામાં પાછળની શીટમાં પડી રહેલ છે. જે અનુસંધાને સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સ્થળ-તારીખ-સમય જણાવી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી રીક્ષાનો નંબર મેળવી એલર્ટ નખાવી તે રીક્ષાની શોધખોળ કરી હતી.રિક્ષાને પોલીસ સ્ટેશન ખાતે લાવી તે રીક્ષાની પાછળની શીટમાંથી મોબાઇલો મેળવી અરજદારને પરત સોંપેલ છે.

Related posts

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

editor

હિંમતનગરની ઈન્દ્રનગર સોસાયટીનાં ગણેશજીનું વિસર્જન કરાયું

aapnugujarat

સુરતમાં ધાર્મિક વિધિના બહાને કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કરનાર જૈનાચાર્ય શાંતિસાગર સામે ચાર્જશીટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1