Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની ઈન્દ્રનગર સોસાયટીનાં ગણેશજીનું વિસર્જન કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઈન્દ્રનગર સોસાયટીના રહીશો દ્વારા અને ગણેશ યુવક મંડળના સહયોગથી છેલ્લા નવ વર્ષથી ઈન્દ્રનગર સોસાયટીમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે બાપાની સેવા પૂજા કરવામાં આવે છે સાથે સાથે રાસ-ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. દસમા દિવસે વાજતે-ગાજતે ડીજેના તાલ સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દેરોલ સાબરમતી નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ દાદાની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે. ગણેશ યુવક મંડળના પ્રમુખ પ્રફુલ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી ઈન્દ્રનગર સોસાયટીમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને સોસાયટીના રહીશો પણ ગણેશ મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવે છે. આ મહોત્સવને સફળ બનાવવા મંડળના અરવિંદભાઈ, સુરેશભાઈ તથા દરેક સભ્યો તથા સોસાયટીના રહીશા ભારે જહેમત ઉઠાવતા હોય છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

गुजरात में साल २०१७ में कस्टडी के दौरान ५५ मौत

aapnugujarat

પત્નીના ત્રાસથી કંટાળી રેલ્વે કર્મચારીએ આત્મહત્યા કરી

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1