Aapnu Gujarat
ગુજરાત

ઈડરિયા ગઢ વિસ્તારમાંથી મૃત દિપડો મળી આવ્યો

ઈડરિયા ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી વહેતા ઝરણાના પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મહાકાલી મંદિરના પૂજારી ઝરણામાં પાણી ભરવા જતાં તેમને મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને મિશન ગ્રીન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત દીપડાને વેટેનરી ડૉકટર દ્વારા તેનું પીએમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લા ક્‍ક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

aapnugujarat

નર્મદા ડેમની પાણીની સપાટી વધતાં રાહત

aapnugujarat

પ્રતિબંધ છતાં ધુમાડો ઓકતા ૧૦૦ ફોગિંગ મશીનોની ખરીદી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1